Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજપીપળા ડેપોના અધિકારીઓ હજુ કોરોના કાળમાં જીવે છે....?!!

રાજપીપળા ડેપોમાંથી ભરૂચ રૂટ ની સવારે 4 વાગ્યાની બસ બંધ કરી દેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા: રાજપીપળા થી ભરૂચ જતી સવારે 4 વાગ્યાની અને ભરૂચથી રાજપીપળા આવતી સવારે ૫.૩૦ વાગ્યાની બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓ,વેપારીઓ, નોકરિયાત વર્ગમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોના અધિકારીઓ જાણે હજુ કોરોના કાળમાં જ જીવતા હોય એમ કોરોના સમયમાં બંધ કરાયેલી અમુક રુટોની બસો પુનઃ શરૂ ન થતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે.
 મુસાફરો દ્વારા મળતી માહિતી મુજબ રાજપીપળા ડેપો માંથી સવારે ચાર વાગ્યે પહેલી બસ રાજપીપળા ભરુચ ઉપડતી હતી જેમાં મુસાફરો પણ ફૂલ થતા હોવાથી એસટી વિભાગને આવક પણ સારી હતી પરંતુ કોરોના કાળમા એસ.ટી તંત્ર દ્વરા આ બસ બંધ કરાયાબાદ આજદિન સુધી સમય પર જતી બસ પુનઃ શરૂ ન થતા રાજપીપળાથી ભરૂચ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ કે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
  જોકે ડેપોના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ બસ લોકડાઉન વખતની બંધ છે પરંતુ પાંચ વાગે ભરૂચની બસ ઉપડે છે.જોકે મુસાફરોના જણાવ્યા મુજબ સવારે ચાર વાગ્યાની બસમાં જતા મુસાફરોને ભરૂચ રેલવેનો સમય સચવાતો હતો તથા કંપનીઓમાં સિપમાં નોકરી કરતા વર્ગો માટે તેમજ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે પણ ચાર વાગ્યાનો સમય યોગ્ય હતો માટે આ બસ તેના જુના સમયે શરૂ કરાઇ તેવી માંગ મુસાફરોમાં ઉઠી છે.

(10:19 pm IST)