Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

નર્મદા જિલ્લાના યુવક,યુવતીઓ માટે યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરમાં જોડાવવાની ઉમદા તક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થી, બિન વિદ્યાર્થી યુવક/ યુવતિઓને “યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર (ઓનલાઇન) “ શિબિરમાં  જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાીહિત કરવા રાજય સરકાર દ્વારા તા. ૬ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ દિન-૬ ની શિબિર યોજવાનું નકકી કર્યુ છે.

 આ શિબિરમાં માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા અને આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રૂમ નં. ૨૧૭, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા ખાતેથી રૂબરૂ અથવા ઇ-મેલ પર મોકલી આપવાની રહેશે તથા તેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીને તા.૨૦/૦૮/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે (મો.૯૯૨૪૨૨૮૬૫૧ ) ( ૯૭૨૪૮૪૨૩૩૦) પર સંપર્ક સાધવાનો રહેશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે

(10:12 pm IST)