Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

નર્મદા : આંબલી ગામના પાટીયા પાસે ટેમ્પોના ચાલકે અલ્ટો ગાડીને ટક્કર મારી એકને ગંભીર ઇજા કરી નાસી છૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા આંબલી ગામના પાટીયા પાસે તા.27 જુલાઈની સાંજે 4.45 વાગે ટેમ્પો એ અલ્ટો ગાડીને ટક્કર મારી એક વ્યક્તિને ઇજા કરતા રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ થઈ છે.
મળતી માહિતી મુજબ તુષારભાઇ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટ(રહે. ડ્રિમ હોમ્સ હાઉસ -૨ , અંકલેશ્વર. જી.ભરૂચ )ની ફરીયાદ અનુસાર તેઓ હર્ષદભાઈ ભીખાભાઈ ગોહિલની સાથે તેમની અલ્ટો નંબર GJ - 02 - AP - 3242 લઈને માંડણ થી અંકલેશ્વર જતા હતા તે વખતે સાંજના આશરે 4.45 વાગ્યાના અરસામાં તેમની ગાડી લઈને આંબલી ગામના પાટીયુ પસાર કરતા સામેથી એક આઈસર ટેમ્પો નંબર MH , 20.EL.6486 નો ચાલક પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે હંકારી લાવી અલ્ટો ગાડીને ડ્રાઈવર સાઈડે પાછળના ભાગે ટક્કર મારી એક્સીડંટ કરતા પાછળની સાઈડે બેસેલ તુષાર બ્રહ્મભટ્ટને જમણા હાથે કોણીના ભાગે ફ્રેકચર કરી ટેમ્પો લઈ નાશી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)