Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વિરમગામમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી

વિરમગામ શહેર તથા વિરમગામ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિરમગામ શહેર અને તાલુકાના કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું વિરમગામ શહેર યુવા મોરચાના અધ્યક્ષ હિતેશભાઇ મુનસરા તથા વિરમગામ તાલુકા યુવા મોરચાના અધ્યક્ષ વિક્રમભાઈ ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ શહેર ભાજપના મહામંત્રી મિતેશભાઇ આચાર્ય તથા દેવાભાઈ ઠાકોર તેમજ વિરમગામ નગરપાલિકાના પ્રમુખ  ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ દીપાબેન ઠક્કર, અમદાવાદ જીલ્લા પંચાયત સદસ્ય  પ્રમોદભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ ભાવેશભાઈ વર્મા, અમદાવાદ જિલ્લા લઘુમતીના મોરચાના મંત્રી મોહિબભાઈ પટેલ, અમદાવાદ જીલ્લા અનુસુચિત મોરચાના મંત્રી  નરેન્દ્રભાઈ સીતાપરા તથા કાઉન્સિલર મિત્રો, સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

(9:44 pm IST)