Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સુરતમાં વેચાઈ રહી છે સોનાના વરખવાળી મીઠાઈ:ભાવ 9 હજાર રૂપિયાની એક કિલો

મોંઘી મીઠાઈ સૂકા મેવાથી બની છે અને તેના પર ચડાવાયું છે 24 કેરેટનું શુદ્ધ સોનાનું વરખ

સુરત: શહેરમાં મળી રહી છે 9 હજાર રૂપિયાની એક કિલો મીઠાઇ ,સોનેરી વરખવાળી મીઠાઈ જોતા જ ગ્રાહકના મુખમાં પાણી આવી જાય. પરંતુ એના ભાવ સાંભળતા કદાચ પસીનો છૂટી જાય. આ મોંઘી મીઠાઈ સૂકા મેવાથી બની છે અને તેના પર ચડાવાયું છે સોનાનું વરખ અને તે પણ 24 કેરેટનું શુદ્ધ સોનાનું જો કે ધનાઢ્ય વર્ગના સુરતીઓ એક કિલોના 9 હજાર રૂપિયા આપવા માટે પણ ખચકાતા નથી

 . મીઠાઇ વિક્રેતાનું કહેવું છે કે, તેઓ ગ્રાહકોને આ વર્ષે કંઇક નવું આપવા માગે છે. એટલે સોનાના વરખવાળી આ મીઠાઇ બનાવી છે. આ મીઠાઈ આરોગ્યવર્ધક હોવાથી આવી મીઠાઇની ખરીદી થઇ રહી છે.ખાસ કરીને વિદેશમાંથી આ મીઠાઈ માટે ઓર્ડર આવે છે.

(8:39 pm IST)