Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજ્ય અનામત દળ જુથ - 20 વિરમગામ એસઆરપી હેડ કોટર્સ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ: રાજ્ય અનામત દળ જુથ - 20 વિરમગામ એસઆરપી હેડ કોટર્સ  ખાતે તારીખ 14- 8 -2021 ના રોજ મેડીકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અનામત દળ જુથ - 20 દ્વારા દત્તક લીધેલ ગામ હરીપુરાના ગ્રામજનો, જૂથ ખાતે કામ કરતા મજુરો અને જૂથના જવાનો તેમજ અધિકારીઓનું મેડિકલ ચેકઅપ કરાયુ હતું. જેમાં ડેન્ટલ ,ઓર્થો, આઈ વગેરેના ટેસ્ટો તબીબી નિષ્ણાતો દ્વારા આશરે ૨૫૦ જેટલા  કરવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન એસ.આર.પી, ડી.વાય.એસ.પી બાલકૃષ્ણ ચોબે તથા  લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ મહેશભાઈ ખમાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામના મેમ્બરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના અધિકારીઓ, કર્મચારીઓએ પણ હાજરી આપી હતી

(7:22 pm IST)