Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

બાયો ડિઝલનો કાળો વેપાર 100 ટકા નાબુદ થાય તેવા સરકારના પ્રયાસો : મોટાપાયે દરોડાની કાર્યવાહી કરાશે

બાયો ડિઝલના કાળા કારોબાર પર રાજયના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું મોટું નિવેદન

અમદાવાદ :  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બાયો ડિઝલનો કાળો કારોબાર ખુબ જ વધ્યો છે. ત્યારે બાયો ડિઝલના કાળા કારોબાર પર રાજયના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું મોટું નિવેદન આવ્યું છે.

 તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે બાયો ડિઝલનો કાળો વેપાર 100 ટકા નાબુદ થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે. આ સાથે આ મામલે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને મોટાપાયે દરોડાની કાર્યવાહી કરવામાં આવશે.

(6:22 pm IST)