Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આગામી 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની આગાહી : ખેડૂતોમાં હાશકારો

ચોમાસુ લાંબુ ખેંચાતા ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદને લઈને ચિંતિત બન્યા

અમદાવાદ : આ વર્ષે ચોમાસુ લાંબુ ખેંચાતા ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદને લઈને ચિંતિત બન્યા છે. તેવામાં ગુજરાતના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 17 ઓગસ્ટ બાદ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

(6:15 pm IST)