Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સેલ્સમેનના સ્વાંગમાં ઝડપાયેલ શખ્સની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી

વડોદરા: શહેરનાવાઘોડિયા રોડ પર કલ્પના સોસાયટીમાં રહેતા જનકબેન માધવસિંહ ઠાકોર ગત તા. 7 મી જુલાઈ એ ઘરે હતા.તે  દરમિયાન ત્રણ અજાણ્યા આરોપી સેલ્સમેનના સ્વાંગમાં આવ્યા હતા. તેમણે જનકબેનને બંગડીઓ ચમકાવી આપવાનું કહ્યું હતું. પરંતુ,જનકબેને ના પાડતા આરોપીઓ તેમના હાથમાંથી બંગડીઓ કાઢી ભાગ્યા હતા.

બનાવની જાણ પોલીસને કરાતા પાણીગેટ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ પૈકી એક આરોપી દુર્ગેશકુમાર ક્રિષ્ણાકુમાર ગુપ્તા (રહે.બિહાર) ને ઝડપી પાડયો હતો.તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો.જેથી,પોલીસે આરોપીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.આજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

તા.15 સાંજે આરોપી દુર્ગેશને લઘુશંકા માટે બહાર કાઢતાં તે રૂમની બાજુમાં આવેલા શૌચાલયની બારીમાં ફીટ કરેલી ઇંટો કાઢીને કુદીને તે ભાગી ગયો હતો. બારીમાંથી ભાગી ગયો હોવાની જાણ પોલીસ જવાને પી.આઇ.ને કરતા તેમણે પોલીસ સ્ટેશનની બહાર ફીટ કરેલા સીસીટીવી ફૂટેજ જોતા આરોપી પોલીસ સ્ટેશનની સામેથી રિક્ષામાં બેસીને જતો દેખાતો હતો.પોલીસે  રિક્ષા નંબરના આધારે તપાસ કરી રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો.રિક્ષાચાલકે પોલીસને જણાવ્યું હતું  કે,આરોપી રિક્ષામાં બેસીને એસ.ટી.ડેપો ગયો હતો.અને ત્યાંથી અમદાવાદ જતી એસ.ટી.બસમાં બેઠો હતો.

 

(4:39 pm IST)