Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ખેડા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી કુલ 25 શખ્સની ધરપકડ કરી

નડિયાદ : ખેડા જિલ્લામાં પાંચ અલગ અલગ સ્થળો પર  ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીપળાતા તાબે ગોકળપુુરા સાભા તલાવડી નજીક,ચકલાસીની જૂની ઇન્દિરા નગરીમાં,કઠલાલના બોરડી સીમ વિસ્તારમાં,મહુધાના ફીણાવ ગામે અને મહેમદાવાદ શહેરના ગ્રીડ પાછળ ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલસે રેડ કરી હતી.પાંચેય બનાવોમાં કુલ-૨૫ વ્યક્તિઓને ઝડપી પાડી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે નડિયાદ તાલુકાના પીપળાતા તાબે આવેલ ગોકળપુરા સાભા તલાવડીની નરીમાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે પત્તા-પાનાનો જૂગાર રમી રહ્યા છે.જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.

જેમાં જગદીશભાઇ વિનુભાઇ પરમાર,સુરેશભાઇ જેશીંગભાઇ પરમાર,સુનીલભાઇ કીરીટભાઇ પટેલ,કમલસિંહ મગનભાઇ પરમાર,અજયભાઇ પૂનમભાઇ પરમાર અને દીલીપભાઇ રમણભાઇ પરમારને ઝડપી પાડયા હતા.સાતેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૧૫,૧૭૦,દાવ પરથી રૂા.૧૪૫૦,બેટરી કિ.રૂા.૧૦૦ એમ મળી કુલ રૂા.૧૬,૭૨૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે જયંતીભાઇ બાબુભાઇ પરમાર પોલીસ ટીમને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

ચકલાસી પોલીસે જૂની ઇન્દિરા નગરીમાં ચાલતા જૂગારધામ પર રેડ કરી હતી.જેમાં કમલેશભાઇ રમણભાઇ ચૌહાણ,રમેશભાઇ ગાંડાભાઇ પરમાર, જીગ્નેશભાઇ ઉર્ફે પૂનમભાઇ પરમાર,નટુભાઇ ભૂપતભાઇ પરમાર અને હસમુખભાઇ ઉર્ફે ગોપાલ ડાહ્યાભાઇ ચૌહાણને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓની અંગઝડતી અને દાવ પરથી કુલ રૂા.૩૪૯૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.

(4:38 pm IST)