Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગાંધીનગર નજીક સગીરનું કારમાં અપહરણ કરી ઢોરમાર મારનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક રાયસણના બીઝનેશ પાર્ક પાસે ગઈકાલે સે-રર અને ર૪ના બે સગીર મિત્રો સગીર યુવતિઓ સાથે ઉભા હતા ત્યારે છ જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા અને આ બન્ને સગીરને માર માર્યો હતો.  જે પૈકી એક સગીરનું કારમાં અપહરણ કરીને સે-રરમાં લઈ જઈ ત્યાં પણ માર માર્યો હતો. ઘાયલ સગીરને સારવાર માટે અમદાવાદ સીવીલ ખસેડાયો છે અને ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે છ શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.    

આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સે-ર૪માં રહેતો ૧૭ વર્ષીય સગીર સે-રરમાં રહેતા તેના સગીર મિત્ર સાથે ગાંધીનગરમાં કલાસીસમાં ફી ભરવા ગયો હતો અને ત્યાંથી આ બન્ને રાયસણના બીઝનેશ પાર્ક ખાતે પહોંચ્યા હતા જયાં તેમની પરીચીત સગીર યુવતિઓ સાથે ભોંયરામાં ઉભા હતા. તે સમયે રાયસણ ગામના વિનોદભાઈ પટેલજયેશભાઈ પઢીયારફેનીલ પટેલકોશિક પટેલયશ રાવલ અને ધૃ્રવિલ પટેલ તથા અન્ય ચારેક વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બન્ને સગીરોને માર માર્યો હતો. જે પૈકી સે-રરમાં રહેતો સગીર તેનું મોપેડ લઈને ઘરે પહોંચી ગયો હતો. ત્યારે આ શખ્સોએ અન્ય સગીરને માર મારી બ્રેઝા કાર અપહરણ કરીને સે-રરમાં તેના મિત્રના ઘરે લઈ આવ્યા હતા જયાં તેને અને મિત્રને માર માર્યો હતો અને તેની માતા સાથે પણ ગાળાગાળી કરી હતી. ઘાયલ સગીરતેની માતા અને તેના મિત્રને ગાંધીનગર સીવીલમાં ખસેડાયા હતા. જયા સે-ર૪ના સગીરને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ લઈ જવાયો છે અને તેની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે છયે શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.

(4:36 pm IST)