Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લામાં 2.51 લાખ ચોરસમીટર જમીન પચાવી પાડનાર 17 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

હિંમતનગર: લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ વધી છે. સાબરકાંઠામાં ર,પ૧,૭૧૮ ચોરસમીટર જમીન પચાવી પાડનારા ૧૭ જમીન માફીયાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ૩૦ જમીન માફીયા સામે ગમે તે ઘડીએ નિર્ણય થઈ શકે છે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીન માફીયાઓ સામે  લેન્ડ ગ્રેબિંગ એક્ટ વર્ષ-ર૦ર૦માં અમલમાં આવ્યો છે. પ્રારંભમાં લોકો ફરિયાદ કરવાનું ટાળતા હતા પરંતુ તંત્રએ જમીન માફીયાઓની શાન ઠેકાણે લાવવા માટે તપાસ પછી પોલીસ ફરિયાદના આદેશ આપતાં અનેક લોકોની હિંમત ખૂલી છે. સાબરકાંઠા જિલ્લાના ૮ પૈકી ૬ તાલુકામાં જમીન માફીયાઓએ જમીન પચાવી પાડયાની ફરિયાદ તંત્ર સુધી પહોંચી હતી. તંત્રને અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કુલ ૧પ૧ લેખિત ફરિયાદ મળી હતી.

જેમાંથી ૬ર ફરિયાદનો નિર્ણય લેવાયો છે. ૪પ માં ફરિયાદ  પછી તપાસ દરમિયાન તથ્યહીન જણાતાં આવી ફરિયાદો દફતરે કરવામાં આવી છે. પરંતુ લેન્ડ ગ્રેબિંગ કાયદાના અમલ પછી જિલ્લામાં પચાવી પાડેલી રપ લાખ હેક્ટરથી વધુ જમીન ઉપરનો કબજો પાછો મેળવવા આખરી શસ્ત્ર પોલીસ ફરિયાદનું ઉગામવામાં આવ્યું છે. જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા હિંમતનગર તાલુકામાં લેન્ડ ગ્રેબિંગના સૌથી વધુ કેસ નોંધાયા છે.

(4:35 pm IST)