Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચંદન ચોરોનો આતંક વધ્યો:પોલીસે વધુ તપાસ હાથ ધરી

 ઇડર:તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચંદન ચોરોના આતંકની એક પછી એક ઘટના સામે આવી રહી છે. પોલીસ મથકમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચંદનના ઝાડ કાપી જવાની સાત ફરિયાદો નોંધાતાં તંત્રમાં હલચલ મચી ગઈ છે. તંત્ર સત્વરે ચંદન ચોરને ઝડપી પાડી કડક નશ્યત કરે તેવી લોકમાંગ ઉભી થઈ છે.

ઇડર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી ચંદન ચોરોએ હાહાકાર મચાવી દીધો છે. વસાઈ ગામની સીમમાંથી સુગંધીદાર ચંદનના ૧૨ જેટલા ઝાડ કાપી જનાર તસ્કરોએ અન્ય ગામોમાં પણ આતંક મચાવ્યો છે. નેત્રામલી ગામના ત્રણ ખેડૂતોના પાંચ ઝાડ ઉપરાંત લાલોડામણિયોરસદાતપુરાઇડર તથા સુર્યમંદિરના પ્રાંગણ અને વસાઇની સીમમાંથી પણ ફરીવાર ચંદનના ત્રણ ઝાડ ચોરાયાની બુમ ઉઠવા પામી છે. પોલીસ તથા વનતંત્રનું રાત્રિ પેટ્રોલિંગ છતાં તસ્કરી રોકવામાં સફળતા મળી નથીજેને કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. રાત્રિના સુમારે લોકો ઘર બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે.

(4:34 pm IST)