Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વલસાડના કલગામ ખાતે રાજ્યકક્ષાનો 72મો વન મહોત્સવ-2021 યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને વન મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ રાજ્ય વન મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં કલગામ ખાતે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ 'મારૂતિનંદન વન'નું લોકાર્પણ

રાજકોટ તા.૧૪મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વલસાડના કલગામ ખાતે રાજ્યકક્ષાનો 72મો વન મહોત્સવ-2021 યોજાયો હતો.મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે અને વન મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા તેમજ રાજ્ય વન મંત્રી  રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં કલગામ ખાતે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ 'મારૂતિનંદન વન'નું લોકાર્પણ કરાયું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત  મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયુંહતું.આ પ્રસંગે  સાંસદ શ્રી કે.સી. પટેલ,ધારાસભ્ય સર્વશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અલકાબેન શાહ,

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ,પર્યાવરણ પ્રેમીઓ તથા  નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 72મા વન મહોત્સવ નિમિત્તે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ,33  જિલ્લાઓ, 250 તાલુકાઓ તથા 5,200 ગામોમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યોશ્રીઓ,

સાંસદશ્રીઓ

ધારાસભ્યશ્રીઓ,

મેયરશ્રી,સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા વન મહોત્સવમાં અંદાજે 10.10 કરોડ રોપાઓનું વિતરણ કરીને વૃક્ષારોપણ કરાયું હતું.

(3:24 pm IST)