Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

દેશના સ્વતંત્રતા આંદોલનના ઉપેક્ષીત પાત્રોમાના એક છે સાવરકરજી

સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વર્ણ એટલે કમલ સાવરકરજીઃ ત્રિલોક ઠાકર

જીવનના મહત્તમ વર્ષો જેલવાસમાં ભોગવ્યોઃ માત્ર ૧૨ વર્ષની વયે તેમના પદો, ગીતો પુનાના અખબારોમાં પ્રકાશીત થયા હતાઃ જાહેરમાં વિદેશી કપડાની હોળી કરેલીઃ આઝાદીની કેટલી કિંમત આપણા કેટલાય વિર શહીદોએ ચુકવી છે, આપણે લાયક છીએ આ મહામુલી આઝાદીના ?

'' તપ ત્યાગ તેજ તર્ક તીર અને તલવાર એટલે સાવરકર. સ્વતંત્રતા માટે તડપતો આત્મા... એટલે સાવરકર''... ભુતપુર્વ વડાપ્રધાન શ્રી બાજપાઈજી

ભારતના સ્વતંત્રતા આંદોલનના વધુ ઉપેક્ષીત પાત્રોમાના એક છે શ્રી સાવરકરજી.  કેટલાક ઉપેક્ષીત કાર્યને અવગણ્યા છે. આ અદ્દભુત લેખક, ઈતિહાસકાર, પ્રખર વકતાને તે જાણીને જ જે તે સતાધારી પર ક્રોધ ચડી જાય કયારેક, વિચારાયેલું કે આંદામાનની જેલમાની તકિતમાંથી સાવરકરજીનું નામ સુધ્ધા કાઢી નાખવુ. ખરાબ લાગશે પણ ગાંધી ભકિત, કે વંશપરિવારની ભકિતના કારણે સરકાર, સાવરકર અને થોડા અંશે શહિદ ભગતસિંહની ઘોર ઉપેક્ષા કરવાની જાણે કે હોડ લાગી હતી. આજે સ્વતંત્રતા પ્રાપ્તીના અમૃત મહોત્સવના સમયે યુવા પેઢીને સાવરકજી પર થોડીક વાત કરવી યોગ્ય લાગી છે.

ફિલ્મોની બારીકી શોધતા કે ચાઇનીઝ- મેકસીકન વાનગીના ચાહકો યુવાનોને સમાજ પાસેથી માત્ર મેળવી ભેગુ કરવાને એટલી જ વિનંતી કે જરાક યુ ટયુબ પર જઈ લતા મંગેશકરજીના કંઠે ગવાયેલ, સાવરકરજીનું રચેલ ''જયો સ્તુતે... જયો સ્તુતે'' વંદે માતરમ જેવુ જ અદ્દભુત ગીત સાંભળે અને અનુભવે એક ઊન્નત દેશભરતની સ્વતંત્રતાની જંખના. સ્વતંત્રતાને માતા ગણી તેની આરાધના કરતુ ગીત સાંભળી જરૂર તેની દેશભકતીને નમન કરવાનું મન થશે. એની વેદના એની શહાદત, ભારતમાતા પ્રત્યેની ભકિતની જરાક ઝાંખી મેળવાશે અને જેના કારણે મળેલી આઝાદીનું મુલ્ય સમજાશે.

કેવો વિરલ સંયોગ છે, જે કાળી કોટડીમાં સાવરકરજીએ જીવનના મહતમ વર્ષો સજાના ભોગવ્યા તે આન્દામાન ટાપુ શ્રુંખલાનો એક ટાપુ શ્રી સુભાષચંદ બોસના લશ્કરે, અંગ્રેજ લશ્કરને હરાવી જીતી લીધેલા.ને કદાચ એટલે જ આ બનાવને ઇતિહાસમાથી વિસરી દેવાયેલ હશે.   અયોગ્ય લાગશે, પણ કહેવા દો કે ઇતિહાસ નોંધશે ઼, અહિંસાની પુજામાં કે સમાજવાદ સામ્યવાદ ની ખીચડી બનાવવામાં સ્વતંત્ર ભારતે રાષ્ટ્ર ગૌરવ જાખુ કર્યું છે. એટલુ જ નહિ નોંધાશે કે અંગ્રેજોએ ઇતિહાસને જે નુકશાન કર્યું છે. તેને સવેળા સુધારવાની તક દેશે ગુમાવી હતી.

સાવરકરજીની જીવન ઝરમર-બાલ્યકાળ આમ તો પ્રચંડ, તેજસ્વી હીન્દુત્વથી ભરેલ વ્યકિતત્વને થોડાક શબ્દોમા આ લખી નહી શકાય. પણ કેટલાક બીન્દુઓ જોઇ શકાય.

 આજના કોંકણ વિસ્તારમા ભગુર નામના ગામમા કૌંકણી બ્રાહ્મણ પરિવારમા વિનાયક સાવરકરનો જન્મ ૧૮૮૩મા જાગીરદાર દામોદરજીને ત્યા થયો..ત્રણ ભાઇમા વચેટ અને એક બહેન એમ ચાર ભાઇ બહેન. બાળપણમા રામાયણ, મહાભારત, શીવાજી, પ્રતાપ વગેરેનું પરિવારમા જ જ્ઞાન પ્રાપ્ત થયુ. જેનાથી દેશભકિત, માતૃભકિતની ભાવના જાગી. વળી પિતાજી કવિ હતા. તેઓ મરાઠી ગીતો બાળકો પાસે ગાતા. જૈના પરિણામે ભાવનાશીલ વિનાયક પણ કવિ થયા. માત્ર દશ વર્ષેની ઉમરથી જ લખવા લાગ્યા. વિનાયકની બુધ્ધીપણ 'વિનાયક'ની હતી બાર વર્ષની ઉમરે તો તેના પદો, ગીતો પુનાના છાપામા પ્રકાશીત થવા લાગ્યા હતા.

  દશ વર્ષેની નાની ઉમરે જ માતાનો છાયો ગુમાવવો પડયો. પણ સમજુ પિતાજીએ બીજા લગ્ન ન કરી સંતાનો માટે માતાનો રોલ પણ નીભાવવાનુ કર્યું. નીમાણા થઇ મા ને યાદ કરી રીતા બાળકોને જાગીરદાર બાપ લઇ ગયા ઘરના મંદીરમા જ્યા અષ્ટભૂજાધારી ભવાની માની મુર્તિ બતાવી કહેલુ' હવે તો આ જ તમારી સાચી મા.' પછી તો. આ ભવાની માત તેની મા, તેની પાસે બેસી કાલાવાલા કરવા. અરે એટલી નાની વયે પોતાના દેશને સવતંત્રતા કરવાની પ્રાર્થના કરતા.

. કુમાર વિનાયકમા ક્રાંતિના બીજ તો હતા, વળી નીડર હતા. બાળ સખાઓની મંડળી બનાવી તેનો લીડર બન્યા હતા. તેવામાં કીમી તોકાનો થયા. વિનાયક સહન કરી જ કેમ  શકે ? અત્યાચારી વિધર્મીઓના સમાચારો થી મગજ ધમધમ્યુ, .

 રાતના અંધારામાં ગામમાં આવેલા પૂજાના સ્થળને તોડી ફોડી નાખી. વિધર્મી બાળકીની.પ્રતિક્રીયા થઇ તો બાલસેનાપતી વિનાયક વિધર્મી બાળકીને ઘુંટણીએ પાડેલા.

 લોકમાન્ય તીલકની ધરપકડ તેને મળેલી શીક્ષા તથા ચાક્રેકર બંધુ ને મળેલ મુત્યુ દડે, ઉગતા ક્રાતિવીરને હલાવી નાખ્યા. 'ચાક્રેકર બંધુઓ એ તો માતુભૂમી કાજે, જીવન, કુટ્ુંબ હોમ્યુ,ને હું?? મારે તેનુ મુકેલ કામ આગળ વધારવુ જ જોઈએ.મારે મારી જાતનો ભૌગ આપવાનું વ્રત લેવુ જોઈએ.' બસ આમ કહી. માતા દુર્ગા પાસે જઇ સોગન લીધા.જે તેણે જીવનભર પાળી બતાવ્યુ.

આ ગાળા દરમ્યાન પ્લેગ ફેલાયો. રોગના ભોગ તેના પિતા તથા કાકા થયા. જેની છત્રછાયા ગુમાવી. આમ છતા સ્વતંત્રતાની ચળવળ ચાલુ રાખી.

 જુસ્સાદાર ભાષણો,પ્રખર દેશદાજ. માત્ હિન્દુ,ને હિન્દસ્તાન ગૌરવ, આજ તો તેનો બાલપણનો પાયો હતો.

 કોલેજ કાળઃ  ભણતર કરતા તો પ્રચાર મહત્વની હતો. સાવરકરજી જબરા વાચક હતા . કોલેજ કાળમા જ માત કોલેજ-પુના જ નહી પણ જાહેરસભાઓમા, મેળાવડા, ઊત્સવોમા સીહપુર્ષની ગર્જેનાઓ થવા લાગી. ક્યારેક તો રોજના ચાર ચાર કલાકના ભાષણો આપતા.

. આ ઓછુ હોય તેમ એક અઠવાડીક બુલેટીન કાઢવા લાગ્યા જેના લેખો પુનાના અગ્રગણ્ય છાપામા પણ આવવા લાગ્યા

 . મીત્યો,યુવાનો મળવા લાગ્યા જેને 'સાવરકર છાવણી' નામથી લોકો ઓળખતા. કોલેજ પાછળ ટેકરી હતી જ્યા બેસી, ચર્ચા વિચારણા ઓ. થતી.ક્રાંતી પ૨ વિચારણા થતી. શીવાજી,મેજીની, તીલક, વગેરે તેના પ્રેરણા સ્તોત હતા. સ્વદેશીની ચળવળે તક આપી. ન જાહેરમા વિદેશી કપડાની હોળી કરી.

 . પરિણામે 'સાવરકર છાવણી' વિરૂધ્ધ છાપામા ચર્ચાઓ થવા લાગી.કોલેજ વાળા પણ ડરી ગયા. - ૨.દશનો દંડ થયો .જે શહેરીજનોએ ફાળો કરી ભરી દીધા.

 . બીએ.થયા. એલએલબી થઇ વકીલ થવું હંતુ. ત્યારે 'અભિનવ ભારત' નામની સંસ્થા સ્થાપી.  લોકમાન્ય તીલક, તથા અન્ય કેટલાકે મળી શીષ્યલુતિની ભલામણ કરી. શીષ્યવુતિ મળી. એજ  અરસામા લગ્ન યયા.

 . સરકારની આખના કણાની માફક ખુચતા રહેલા સાવરકરની ધરપકડની કોશીશ થવા લાગી પણ  ઇગ્લેન્ડ જવાની વાત આવી. સરકાર વિચાર્યું ટાઢા પાણી એ ખસ જતી હોય જવા દો, કરી મૌન ધારણ કર્યું. આ જ અરસામા તેણે મુંબંઇમાં ' અભિનવ ભારત'ની ગુપ્ત શાખા ખોલી. જ્યાથી 'વિહારી' નામનુ સાપ્તાહીક કાઢયુ.

. આમ કોલેજ કાળ, વિસ્તુત ચળવળનો કાળ હતો. ભાષણો અને બુલેટીનો, લખાણોથી ક્રાંતીના પ્રસારક થયા. તેમજ કે સગઠક-ઓર્ગેનાઇજરની આવડત કેળવી.

.પંદર સોળ વર્ષનો સાવરકર ભાષણોમાં  કહેતો 'ગોખલે વગેરેની લડત 'સુરાજય' ની છે. મારી લડત 'સ્વરાજય'ની આપણે 'અહિંસા' મિત્રો માટે રાખીશું પણ દુશ્મન સામે તો 'હિંસા' જ હથીયાર' ગર્જના કરી કહેતો 'હરણનારને હણવામાં' પાપ નથી.

ઇંગ્લેન્ડનું ભણતરઃ   વિદેશી ધરા પર સ્વતંત્રતાની લડતનો તબ્બકો શરૂ કર્યા. કેમકે સાવરકરજીને શ્રી શ્યામજી ક્રુષ્ણ વર્માનો સાથ મળ્યો. જે ત્યા સ્વતંત્રતાની લડત ચલાવતા હતા. આમ તો શ્યામજીની સહાય થી શીષ્યવૃતિ મળેલ.

. ત્યાં જતાજ 'ફી ઈન્ડીયા' સોસાયટીની સ્થાપના કરી.અઠવાડીક સભામા ધારદાર, જૃસ્સાદાર, વજુદવાળી દલીલોથી ભરપુર કરાતા લેકચર્સથી સાવરકરજી લોકપ્રીય બની ગયા. કેટલાય યુવકો મળ્યા. જેમાથી પસંદ કરી 'અભીનવ ભારત'ના ખાનગી મંડળમા દાખલ કર્યા. બે પ્રખ્યાત લોકો આઇ.સી.એસ. થવા આવેલ . જેણી અભ્યાસ અને શીષ્યલુતિ છોડી, સાવરકરસાયે જોડાઇ ગયા.

 . કેટલાક યુવાનોને રશીયામા, બોમ્બ બનાવવાના શિક્ષણ લેવા મોકલ્યા.

. સાવરકરના વિચારોનો રંગ શ્રીશ્યામજીને પણ લાગ્યો તેણે બધુ સાવરકરજીને સોંપી ખુદ પેરીસ ચાલ્યા ગયા. હવે બોમ્બ બનાવવાની બુકસ પાર્સલ કરી મોકલાવા લાગી તેમજ બનાવેલા બોમ્બ પણ હિન્દુસ્તાન મોકલામા આવ્યા. ફ્રી ઈન્ડીયા સોસાયટી તો જાણે બોમ્બ બનાવતી કેકટરી હોય તથા બોમ્બ બુકના પાર્સલ મોકલવાની પોસ્ટ ઓફીસ હતી.

. અલબત તેનુ લખવાનુ પણ પુર જોશમા ચાલુ જ હતુ.મરાઠીમા પુસ્તકો લખાયા જે નાસીકમા છપાયા. અદભુત લખાણ બધાને ભાવવિભોર કરવા લાગ્યુ. સરકાર ચૌકી ગઇ.પુસ્તકા જપ્ત યયા.

 . સાવરકરજીને ભારતના ઇતિહાસને જે રીતે તોડીને મરોડી રજુ થયો હતો તે ભારોભાર ગુસ્સો હતો તેથી  તેણે વિસ્તુત જાણકારી મેળવો, વાંચન કરી નવેસરથી ઇતિહાસને રજુ કરવાનુ નકકી કર્યું. આમ પહેલીવાર ૧૮૫૭ની લડતને બળવાખોર નહિ શહીદોનું કાર્ય દર્શાવ્યું સ્પષ્ટપણે લખ્યુ કે આ 'હિન્દીઓ માટે હિન્દ' ની લડત હતી પુસ્તક હતુ THE WAR OF INDIAN INDEPENDENCE પ્રીન્ટ મીડીયાના ઇતિહાસમાં પ્રથમવાર એવુ થયુ કે પુસ્તક છપાતુ હોય ત્યાં જ જપ્ત કરવામાં આવ્યુ હોય કારણ અંગ્રેજોએ તેના પર ને પ્રતિબંધ લાદી દીધો.

.૧૮૫૭ની લડતને બળવો ઠેરવીને૧૯૦૭મા પચાસ વર્ષેની ઊજવણી કરવાનુ અગ્રેજ સરકારે નકકી કર્યું. તેની સામે સાવરકરે 'OH MARTYRS' નામનુ ચોપાનીયુ છપાવ્યુ જેમા લખ્યુ૧૮૫૭ના હિન્દી હુતાત્માઓને ધન્યવાદ, આવા પદકો પહેરી વિદ્યાર્થીઓ કોલેજોમાં જતા સરકારે સાખ્ત પગલા લીધા ઘણાને અભ્યાસ ગુમાવવો પડયો, ઘણાની શીષ્યવતિ ગઇ.

 . બ્રીટનના અસંતુષ્ઠ રાષ્ટ્રો, બ્રીટન સામે પડે તે હેતુ થી આર્યલેન્ડ, ઇજીપ્ત, ચીન જેવા દેશોમા ભારતની સ્થોતી ભારતની લડત વગેરે પર લખાણો લખી, ત્યાં મોકલવા લાગ્યા.પરિણામે અન્ય દેશોના ક્રાંતિકાર સંગઠનો સાવરકરજીનો સંપર્ક કરવા લાગ્યા.

  . વિદેશી ધરતી પર ભારતની સ્વતંત્રતાની લડતનો જંડો ફરકાવવા જ જાણે સાવરકર ભણવા ગયા હતા. જાણ ઇતિહાસનું પુનઃ મુલ્યાકન કરવાનો નિર્ધાર લીધો હોય. .

 . ભારતમા તેના ભાઇઓ લડત ચલાવતા હતા. તેઓ પકડાઇ ગયા. દેશનિકાલની સજા થઇ. તેવામા નાસીકના કલેકટરનુ ખુન થયુ. સરકાર અને અંગ્રેજ આશ્રીત છાપાઓએ ' બનાવોના મુળમા  સાવરકરની ક્રાંતી અહલેક, લખાણ જવાબદાર છે ને તેને પકડો' તેવી રજુઆતો કરી. ત્યારે સાવરકર વધુ પડતા કામથી બીમાર પડયા. આ સંજોગોમા બધા મીત્રોના દબાણયી પેરીસ ગયા.જયા તેઓ મેડમ કામાને ત્યા રહયા. .

 . સાજા થયા. પણ તેનો આત્મા ડંખતો હતો તેઓ વિચારતા,' ભાઇ માટે ફરી ઈન્ડીયા જવુ જ જોઇએ.'બધાએ ના પાડી, તો ઈગ્લેન્ડ પરત જવા દબાણ કર્યું. મીત્રોએ કચવાતે મે હા, પાડી.

 . મનમા તો કદાચ સરકાર પકડશે તેવો અંદેશો હતો .ને યયુ પણ તેવુ જ.ગાડી ઉભી રહી કે ગુપ્તચરોઅ અવાજ માયા ' આ રહયો સાવરકર પકડો એને. '

સજા-છટકવું :-

 . તેઓની સામે કામ ચલાવવા ઈન્ડીયા મોકલવાનુ નકકી થયુ. ભયંકર સજા થશે તેવુ વિચારી તેણે તેના ભાભીને સંદેશ મોકલ્યો . જે 'મારુ મ્રુત્યુ' નામથી પ્રસીધ્ધ છે. આંદામાન જઇ કરી ઇંગ્લીશમા તેણે લખ્યું 'an echo from andaman'

 . સ્ટીમર દ્વારા મોકલવાનુ ઠરાવાયુ. બાથરુમ જવા કે સ્નાાન કરવા પણ એકલા જવાન દ. તેવા સખત લાપ્તા વચ્ચે છટકવાન નકકી કર્યું .

 . તક મળી, બાથરુમ જવાના બહાને અંદર ગયા. ઉપરની નાની બારી તોડવા માટે શું કરવૂ? દરવાજા પર કોટ ભરાવ્યો. લાગ્યા કાચની બારી તોડવા. વાર લાગી.તેયી પોલીસ મંડી દરવાજો ખોલવા પણ ત્યાતો બારોનો કાચ તુટતા બહાર નીકળી ગયા.સીધા પડયા સમુદમા.તરીને ફ્રાંસના બંદરના ડીક પર પહોચ્યા.. હતુ કે હવે તે સ્વતંત્ર  છે પણ ત્યા તો 'ચોર ચૌર' ની બૂમ પડી. ફરી ન અંગ્રજોના હાથમા સોપાયા.

 . ફ્રાંસ સરકારને સોપવાની માંગ હતી. ચળવળ થતા હેગની સ્પેશ્યલ ઢોબ્યુનલ મળી. કોઇપણ પુરાવા, કે વકીલ. સજા સંભળાવી ' કાળાપાણીની '- પુરા પચ્ચીસ વર્ષે. 'બીેજા એક ખૂન કેસમા સજા થઇ બીજા પચ્ચીસ વર્ષે' કુલ પચાસ વર્ષે તપણ એક પછી એક ભોગવવાના સજા'

કાળાપાણીનો કેદીઃ -

 અતી દુશ્કર, દારૂણ, ભયંકર કે નરક જ જોઇલો તેવી આંદામાનની જેલ સજા. 

'હજારો વર્ષેની જુની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઆ' રાષ્ટીય શાયર જ્વરચંદ મેઘાણીના પ્રખ્યાત ગીતની પંકતી જાણે સાવરકર જેવા માટે જ લખાઇ. સજાનંૂ વર્ણન - વિવરણ વાચવા 'મારો જન્મટીપ' આત્મકથા વાચવી. કેટલીક મુખ્ય વાતો લઈએ.

. ૫૭૨ ટાપુનો સમુહ 'આન્દામાન -નીકોબાર ... આમતો તોસેક ટાપુમા વસવાટ છે. આન્દામાનમા વસ્તી સારી છે.પોર્ટ બ્લેર એરપોર્ટ. જે હવે વીર સાવરકર ઇન્ટ. એરપોર્ટ નામથી ઓળખાય છે.

. સેલ્યુલર જેલ. જેમા -સ્વતંત્રતાના લડવૈયાને રખાતા ત-' સેલ યાને ખોલી. ૪
*૨.૭મીટરની એક જ હવાબારી.જે લગભગ ૧૨ ફીટ ઉપર, આગળ ડબલ લોખંડની બારણુ-કે કહો જાળી'

. આવી કુલ ૬૯૮ ખોલીઓ ત્રણ માળમા, કરોળીયાના પગ ની જેમ સાત વીંગમા ફેલાયેલી વચ્ચે જેમ કરોળીયાનુ શરીર છે તેમ ચૌકીેદાર માટેનો ટાવર. જે ચારે બાજુ નજર રાખી શકે તેવી ગોઠવણ વાળો.

. ત્રીજા માળની છેલ્લી ખોલીમાં સાવરકરને રખાયા હતા. સાડા દશ વર્ષ ત્યા જ રહયા સાજા જ ફાસી ખોલી. રાજફાસી પર લટકતાને જોવાનું.

 . કલ્પના કરો પોતાનો સગો ભાઇ તે જ જેલમા અલગ કેદી હતો. જેની ખબર સુધ્ધા સાવરકરને ન હતી. અરે કેટલાય વર્ષે સુધી એકાબીજાને જોય પણ નહોતા. મળ્યા નહોતા. જ્યારે ખબર પડી ત્યારે, અપાર સજા થઇ.

 .પત્નિ બાળકોને મળવાની મનાઇ હતી.

. એક બે વાર તેલના ના ઘાણામા જૌડવામા આવ્યા. મોટી બધી ઘાચીની ઘાણી. ફર્ક એટલો કે તેમા બળદ નહી, કદીને જોડી તેલ કાઢવામા આવતુ. -ધીમા ચાલો તો પાછળ કોરડી વીજાતો.થાકો, બસો તો કોરડાઓનો માર કહેવાય છે ૧૦ કલાક ૧૨ કલાક તો રીજીદો ઘાણો ચલાવવી જ પડે.

 . જો કઇ ગડબડ કરી તો બે હાય પગ પહોળા કરી કોઇ બોર્ડમા બાંધી કોરડાઓ. મારવામા આવતા.

 . આવા વાતાવરણમા, સજા ભોગવતા ભોગવતા, પણ સાવરકરજીએ સંગઠન કરેલુ. આઝાદીનો પ્રચાર કરતા રહેલા. ચોરી છુપી દેશ સાથે પત વ્યવહાર કરેલા.. અરે ખાવાની વસ્તુઓની ખરાબી માટે ભુખ હડતાલ કરેલી. પાતે રાજદવારી કેદી છે - સામાન્ય કેદી નહી, તેની રજુઆતો લખીન, રુબરુ જેલ અધીકારીને દલીલો કર્યા કરતા. ક્યારક ઘણા કોરડાનો માર ખાધો.

. કોઇ એક દિવસ તો શુ આ અંધારી કોટડીમાં એક કલાક રહી બતાવે.નર્યું નરક હતુ.

 . દશના રાજકીય પ્રવાહો પલટાતા તેને કરી દેશમા યરવડા જેલમા રાખવામા આવેલા.પણ નવરા ન બેઠા. રત્નાગીરી વિસ્તારમા અસપ્રશ્યતા નીવારણની જૃમ્બેશ ચલાવી.

ક્યારેક આ સ્થળની મુલાકાત લઇ, વિચારજો, આઝાદીની કેટલી કીમત આપણા કેટલાય વોર શહીદા એ ચુકવી છે ને આપણે??..શુ કરીએ છીએ?? લાયક છીએ આ મહામુલી આઝાદીના??

શ્રી ત્રિલોક ઠાકર

પૂર્વ તંત્રી, સંકલન શ્રેણી વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત

મો.૯૮૨૪૩ ૪૨૦૪૨

(11:59 am IST)