Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

નવરાત્રીમાં શેરી ગરબાને માટે મળી શકે મંજૂરી : પ્રસાદ વિતરણ પર લાગી શકે છે પ્રતિબંધ : સ્થિતિ આધારિત નિર્ણય કરશે સરકાર

કોરોનાની ગાઈડલાઈનને આધિન SOP તૈયાર કરાશે : સરકાર આગામી નવરાત્રિ પર્વને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન પહેલાની જેમ જ ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. આ સાથે જ એક્ટિવ કેસ પણ આંગળીને વેઢે ગણી શકાય તેવા છે ત્યારે સરકાર આગામી નવરાત્રિ પર્વને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે.

   સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી આગામી નવરાત્રિ પર્વ દરમિયાન શેરી ગરબા માટે છૂટછાટ મળી શકે છે. જો કે, નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ પર પાબંધી લાગી શકે છે. ખાસ કરીને પાર્ટી પ્લોટ, જાહેર મેદાન કે ક્લબમાં ગરબા માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. તો કોરોનાની ગાઈડલાઈનને આધિન SOP તૈયાર કરવામાં આવશે.

(11:52 am IST)