Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ

બગસરા,વેરાવળ,અને ગીર ગઢડા પંથકમાં વરસાદ, ગોંડલ, જેતપુરમાં પણ વરસાદી માહોલ : નવસારી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ

અમદાવાદ :લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાતા ખેડૂતોને આંશિક રાહત મળી છે. અમરેલી જિલ્લાના બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો વરસ્યો હતો. મુંજિયાસર, માણેકવાળામાં સારા વરસાદથી ખૂડતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

 આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ શહેર તથા આસપાસના ડારી, છાત્રોડા, ચમોડા, ડાભોર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ તથા જેતપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ. જેના કારણે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો.

(10:48 am IST)