Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કાર્યકર્તા પોતાને સતત અપડેટ રાખીને તર્ક અને તથ્ય સાથે ભાજપની વિચારધારા લોકો સમક્ષ મુકે. રત્નાકરજીની શીખ

દરેક કાર્યકરોએ જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી જનતાની સાથે સમન્વય અને સદભાવ કેળવવા જરૂરી : ' શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની પરિચય બેઠક યોજાઇ

ગાંધીનગર :  આગામી દિવસમાં યોજાનાર જન આશિર્વાદ યાત્રા વિશે માર્ગદર્શન આપતા પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે દરેક કાર્યકરોએ જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી જનતાની સાથે સમન્વય અને સદભાવ કેળવવા જરૂરી છે, આજના મીડિયા યુગમાં કાર્યકર્તા પોતાને સતત અપડેટ રાખે સાથે તર્ક અને તથ્ય સાથે ભાજપની વિચારધારા લોકો સમક્ષ મુકે. સાથે સાથે ટેકનોલોજી આપણને લોકો સુધી પહોંચાડવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા કેટલી ઉપયોગી થઇ શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું.

ગાંધીનગરર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની પરિચય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મીડિયા પ્રદેશના નવનિયુકત કારોબારી સભ્યો, ઝોન કન્વીનરો અને સહ કન્વિનરો, પ્રદેશના પ્રવકતાઓ અને સહ પ્રવકતાઓ, ઝોનના પ્રવકતાઓ અને સહ પ્રવકતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશ દવેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે આપણા નવયુવાન કાર્યકર્તા અને અનુભવી કાર્યકરોના સનમવય વાળી આપણી ટીમ આગામી સમયમાં ખુબ સારી કામગીરી કરશે તેવો વિશ્વાસ પ્રગટ કર્યો .

પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ મીડિયાની મહત્વતા અને જન આશિર્વાદ યાત્રામાં મીડિયા વિભાગના માઇક્રો પ્લાનીગ અંગે માહિતી આપી હતી. વધુમાં મીડિયાને લગતા અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને જન આશિર્વાદ યાત્રાના રૂટ અને સંકલનની જવાબદારી અંગે માહીતી આપી હતી.

જન આશિર્વાદ યાત્રા વિશે વધુ માર્ગદર્શન આપતા જણાવ્યું કે આજના કોરોનાના સમયમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કોવિડ ગાઇડ લાઇનનું સંપુર્ણ પાલન કરી જન યાત્રાનું આયોજન કરવામાં આવે. સાથે યાત્રામાં નાનામા નાની માહીતી પણ જન-જન સુધી પહોંચે તે રીતે યાત્રાને સફળ કેવી રીતે બનાવવી તે અંગે માહીતી આપી હતી.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા, પ્રદેશના સહ પ્રવકતાઓ રાજુભાઇ ધ્રુવ, કિશોર મકવાણા, ભરત ડાંગર, પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે, પ્રદેશના મીડિયા કાર્યાલય મંત્રી પાર્થ રાવલ, ઝોન કન્વીનરો, સહ કન્વીનરો સહિત મીડિયા વિભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(12:47 am IST)