Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આઝાદીના ૭૫ વર્ષ બાદ રીગાપાદર ગામમાં લાઈટો નો પ્રકાશ પથરાતા ગ્રામજનોમાં ખુશી

ન્યુઝ ચેનલના પત્રકાર વિપુલ ડાંગીના પ્રયાસોથી ગામમાં લાઈટનો ઉજાસ પથરાતા ગામમાં વર્ષોથી છવાયેલો અંધારપટ દૂર થયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ પહાડી ડુંગરાળ વિસ્તારના રીગાપાદર ગામના લોકોને આઝાદીનાં ૭૫ વર્ષ પછી લાઈટનું અજવાળું મળતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.
 ૯ મી ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીનાં પર્વે જ રીગાપાદર ગામની લાઈટનું ઉદ્દઘાટન કરી વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસ મનાવ્યો હતો લાઈટનું ઉદ્દઘાટન જીટીવી ન્યુઝ ચેનલના પત્રકાર વિપુલ ડાંગી અને નિવૃત્ત આચાર્ય પી.કે.વસાવાના વરદ હસ્તે રીબીન કપાવીને કરવામાં આવ્યું હતું. ગામમાં ધરે ધરે લાઈટો સળગી ઉઠતાં ગ્રામજનોમાં ખુશીનો પાર રહ્યો નથી ગામ લોકોમાં જાણે તેમનાં જીવનમાં સૂર્યોદયનો નવો ઉદય થયો હોય તેમ ગામ લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી
૨૧મી સદીમાં જયારે આપણો દેશ ટેકનોલોજીની હરણ ફાળ ભરી ઉચ્ચી ગગનભેદી ટેકનોલોજી યુગમાં પણ નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામ લોકો દિવાના અજવાળે અંધકારમય જીવન જીવતા હોય આવી દશા જોઈ વ્યથિત થેયલા પત્રકાર વિપુલ ડાંગી એ ગામના ભણતા બાળકોનાં ઉજજવળ ભવિષ્યની ચિંતા કરી અને બાળકોનું ભવિષ્ય અંધકારમાં ન રોળાઈ તે માટે લોકોની વ્હારે આવ્યા હતા અને આ બાબતે જવાબદાર તંત્રને રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારબાદ વિજ કંપની ડેડીયાપાડાના નાયબ કાર્યપાલક ઈજનેર કુવરજીભાઈ વસાવાના સહયોગથી ૮ કીમી જેટલી નવી થ્રી ફ્રેઝ લાઈન ખેંચીને ઉભી કરી વિજ પુરવઠો જોડવામાં આવ્યો હતો,  આ પ્રસંગે આદિવાસી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ વસાવા,ગામના આગેવાન વિરસિંગ ભાઈ વસાવા, જયસિંગભાઈ વસાવા, તારસીગભાઈ વસાવા, મુળજીભાઈ માકતાભાઈ વસાવા,દિવાલીયાભાઈ વસાવા, કમલેશભાઈ વસાવા, સામાજિક કાર્યકર ગોમાનભાઈ વસાવા સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:31 pm IST)