Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વડોદરાના ડભોઇમાં રોડ પર રખડતા ઢોરનો વધતો ત્રાસ : સમસ્યા ઉકેલવા વિપક્ષની માંગ

ડભોઈમાંથી આગામી થોડા દિવસમાં જ રસ્તા પરથી રખડતા ઢોરને પુરી દેવામાં આવશે: ચીફ ઓફિસર

વડોદરાના ડભોઇમાં રોડ પર અડિંગો જમાવીને બેસતા રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. જેમાં સરિતા ક્રોસિંગથી નાંદોદી ભાગોળ સુધીના રોડ પર ઠેર-ઠેર રખડતા ઢોર જોવા મળે છે. આ વિસ્તારમાં રાત્રે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. જેથી નાના-મોટા અકસ્માત થાય છે. બાઈક ઢોર સાથે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો છે.

આ અંગે વિપક્ષના નેતાએ હીરાભાગોળ વિસ્તારમાં ઢોર ડબ્બા થકી રખડતા ઢોરને પુરવાની કવાયત તંત્ર કરે તેવી માગણી કરી છે. તો પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે આસપાસના ગામમાંથી લોકો ઢોર મુકી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર સ્થાનિક માલધારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. તેમજ ડભોઈમાંથી આગામી થોડા દિવસમાં જ રસ્તા પરથી રખડતા ઢોરને પુરી દેવામાં આવશે.

(10:15 pm IST)