Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વલસાડ જિલ્લામાં લવ જેહાદનો બીજો કિસ્સો : પોલીસે પરિણીતા અને પુત્રીને વિધર્મીની ચુંગલમાંથી છોડાવ્યા

પોલીસે બિહારથી પરિણીતા અને તેની પુત્રીને છોડાવી :પતિની ફરિયાદના આધારે આરોપી યુવકની ધરપકડ

વલસાડ : ગુજરાતમાં લવ-જેહાદ કાયદાનો અમલ કર્યા બાદ વલસાડના વાપીમાં લવ જેહાદનો બીજો કેસ નોંધાયો છે. લગ્નની લાલચે પરિણીતાને આરોપી ભગાડી ગયો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી અને પોલીસે બિહારથી પરિણીતા અને તેની પુત્રીને છોડાવી હતી. પતિની ફરિયાદના આધારે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર સુધારા અધિનિયમ અંતર્ગત બીજો કિસ્સો નોંધાયો છે. જેથી આખા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ પોલીસે વાપીના વિધર્મી યુવકની ચુગલમાંથી માતા અને પુત્રીને છોડાવી છે.

વલસાડ પોલીસે બિહાર જઈ વિધર્મી યુવકની ચુંગલમાંથી માતા-પુત્રીને મુક્ત કરવા છે તેમજ આરોપીને વલસાડ લઇ આવી છે. લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી વાપીનો વિધર્મી યુવક પરિણાત સ્ત્રીને ભગાડી ગયો હતો. જોકે પરિણીત સ્ત્રીના પતિની ફરિયાદના આધારે વિધર્મી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. વાપી ખાતે બીજો લવ જેહાદનો કેસ નોંધાયો છે.

(8:11 pm IST)