Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આણંદ નજીક મોગરી ગામે પ્રેમ પ્રકારની અદાવતમાં પતિએ ભાણા સાથે મળી પ્રેમીને ઢોરમાર મારતા ગુનો દાખલ

આણંદ : આણંદ પાસેના મોગરી ગામના એક યુવકની પ્રેમ પ્રકરણમાં પ્રેમીકાના પતિ તથા ભાણાએ ભેગા મળી બર્થડે પાર્ટી નિમિત્તે જમવા બોલાવી ઢોર માર મારી બોરીઆવી ગામ નજીકથી પસાર થતી જીવાપુરા સીમની નહેરમાં ફેંકી દઈ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે બે શખ્શો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોગરી ગામે રહેતા રાજેશભાઈ મંગળભાઈ રાવળ (ઉં.વ.૩૦)ને તેના દુરના એક પરિવારજનની દિકરી સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પરિવાર મૂળ નડિયાદનો છે પરંતુ હાલ બોરીઆવી મુકામે રહેતો હતો. ગત રવિવાર સાંજના સુમારે રાજેશ રાવળ પોતાની પ્રેમીકાની પુત્રીની બર્થડે પાર્ટી હોઈ પ્રેમીકાના પતિ અમિતભાઈએ તેને સામરખા ચોકડી નજીક આવેલ એક હોટલ ખાતે બોલાવ્યો હતો. જેથી રાજેશ ટુવ્હીલર લઈને હોટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં અમીતભાઈ તથા ભાણા જય રાવળે ભેગા મળી પ્રેમસંબંધને લઈ ઝઘડો કરી રાજેશભાઈ રાવળને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બોરીઆવી ગામ નજીકથી પસાર થતી મોટી નહેરના જીવાપુરા બંધ પાસે લઈ જઈ ધક્કો મારી દીધો હતો. 

(5:08 pm IST)