Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમદાવાદમાં ત્રણ-ત્રણ હત્યા: રામોલ, મેઘાણીનગરમાં પ્રેમ પ્રકરણ અને શહેરકોટડામાં અદાવતમાં હત્યાથી દોડધામ

રામોલમાં પ્રેમિકાને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી પ્રેમીએ આપઘાત કર્યો :મેઘાણીનગરમાં પ્રેમીએ યુવતીએ મારી નાખી : આરોપીઓની શોધખોળ

અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાં 29 વર્ષીય પ્રેમિકાના ઘરમાં ઘુસી પ્રેમીએ છરીના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી અને બાદમાં પોતાના શરીર છરીના ઘા મારી આપઘાત કરી કર્યો. બીજી તરફ મેઘાણીનગરમાં યુવતી સાથે પ્રેમ સંબંધ રાખનાર પ્રેમીને યુવતીના મંગેતરે છરીના 10 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે રામોલ અને મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. રામોલમાં હત્યા કરનાર મૃત્યુ પામ્યો અને મેઘાણીનગરમાં હત્યા કરનાર ચાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રામોલ વિસ્તારમાં આવેલા ગાયત્રીધામમાં અક્ષય પંચાલ તેની પત્ની ભૂમિકા, 3 સંતાનો સાથે રહે છે. દોઢ વર્ષ અગાઉ વનરાજસિંહ ગણપત સિંહ શીંધા સાથે મિત્રતા થઈ હતી તેઓ અક્ષયને કામ અપાવતા અને વારંવાર ઘરે અવર જવર કરતા હતા. દરમિયાનમાં 30 દિવસ પહેલા અક્ષય અને ભૂમિકા બાળકો સાથે ધાબા પર સુતા હતા આ સમયે વનરાજસિંહ મળવા માટે આવ્યો હતો અને અક્ષય જાગી જતા જોઈ ગયો હતો. બન્ને વચ્ચેનો પ્રેમ સંબંધ બહાર આવતા ભૂમિકાના પરિવારને જાણ કરતા વનરાજને નહિ મળે અને સબંધ નહિ રાખે તે બાબતે સમાધાન થયું હતું. મંગળવાર સવારે અક્ષય અને તેની માતા મંદિરે તથા કામ અર્થે બહાર નીકળ્યા હતા ત્યાર બાદ વનરાજ ઘરમાં આવ્યો અને અંદરથી મકાન બંધ કરી ભૂમિકાને છરીના અનેક ઘા માર્યા હતા બાદમાં તેણે જાતે પોતાના શરીરે અને ગળા પર પણ છરીના ઘા મારતા તે ઢસડી પડ્યો હતો.

જો કે, આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ પોલીસને જાણ કરી અક્ષયને પણ બોલાવ્યો હતો. સારવાર માટે ભૂમિકા અને વનરાજને ખસેડયા હતા. ભૂમિકાને મૃત જાહેર કરી અને વનરાજ મોડી સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ મેઘાણીનગર રામેશ્વર પાસે આવેલી બીહેશ્વરી ચાલીમાં હંસાબેન પટણી તેમના પરિવાર સાથે રહે છે તેમના દીકરા હિતેશ પટણીનું તેમની ચાલીમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવા બાબતે 15 દિવસ પહેલા ઝગડો થયો હતો. જોકે તેમાં અંદર અંદર સામાજિક રીતે સમાધાન થયું હતું. મંગળવાર 12.30 વાગે ચાલીના નાકા પર હિતેશ હાજર હતો આ સમયે ચાલીમાં રહેતી યુવતીનો મંગેતર તેના 3 મિત્રો સાથે આવ્યો હતો અને હિતેશને 10 છરીના ઘા મારી રસ્તા પર જ રહેંસી નાખ્યો હતો. હત્યા કરી યુવતીનો મંગેતર અલ્લુ પટણી અને તેના મિત્રો ભાગી ગયા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 વસ્ત્રાલના સાનિધ્યપાર્કમાં રહેતા રૂબી વર્મા તેમના ભાઈ, પતિ સહીતના પરિવાર સાથે રહે છે. તેમનો ભાઈ નિરંજ ઉર્ફે જીતુ ઉર્ફે ઈલુ નાઓ છેલ્લા બે દિવસતી ઘરે જમવા આવ્યો ન હતો. જેથી સોમવારે રૂબી વર્માએ ફોન કર્યો હતો. જો કે તેમના ભાઈ ઘરે આવુ છું તેવી ફોન કરીને જાણ કરી હતી. સાંજ થઈ ગઈ હોય તેમ છતા પણ નિરંજ ઘરે આવ્યો ન હોવાથી રૂબી બહેન તેમને શોધવા માટે ગયા ત્યારે તેમને જાણવા મળ્યુ હતું કે, તેમના અગાઉના ઝઘડાની અદાવત રાખીને ભગવતીનગર પ્રેમનગર મેમ્કો ખાતે રહેતા રમેશ ઉર્ફે કબૂતર તથા આશીષ સહીત ચાર શખ્સોએ નિરંજ સાથે ઝઘડો કરીને છરી અને પાઈપો વડે હુમલો કર્યો હતો. જેથી નિરંજને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. શહેરકોટડા પોલીસને ઘટનાની જાણ થતા હોસ્પિટલ દોડી આવી હતી. જ્યાં ચારેય હુમલાખોરના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ સારવાર દરમિયાન નિરંજનું મોત થયું હતુ. જેથી શહેરકોટડા પોલીસે રમેશ ઉર્ફે કબુતર, આશીષ અને બે અજાણ્યા શખ્સો એમ ચારેયના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે

(9:52 pm IST)