Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

અમદાવાદમાં કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપી દેતા ખળભળાટ :એક પૂર્વ કોર્પોરેટરે પણ પક્ષને અલવિદા કહી

ધારાસભ્યએ પોતાના લોકોને ટિકિટ આપ્યાનો આક્ષેપ: હસનખાન પઠાણ, ડિમ્પલ પરમારનું રાજીનામું: પૂર્વ કોર્પોરેટર નાઝનીન બાસ્તાવાલાએ પણ પાર્ટી છોડી

અમદાવાદ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાદના લીધે અનેક નેતાઓ અને કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે,આજે પણ અમદાવાદના 2 કોર્પોરેટરે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઉપરાંત  એક પૂર્વ કોર્પેરેટે પણ રાજીનામું આપી દીધું છે.  કોર્પોરેટર હસનખાન પઠાણ,ડિમ્પલ પરમાર અને પૂર્વ કોર્પેરેટર નાઝનીન બાસ્તાવાલાએ રાજીનામમું આપી દીધું છે. ધારાસભ્યોએ પોતાના લોકોને ટિકિટ આપ્યાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે.

કોંગ્રેસ હાલ પોતાના કપરા સમયથી ઝઝૂમી રહી છે એક બાજુ ચિંતન શિબિર રાજસ્થાનના ઉદેપુરમાં ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં હજીપણ આંતરિક વિખવાદ સમાપ્ત થવાના બદલે વધી રહ્યો છે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના એંધાણ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર રાજીનામાં આપી રહ્યા છે.

(11:18 pm IST)