Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજપીપળા કસ્બાવાડનો યુવાન ગુમ થતાં તેમના પત્નીએ પોલીસની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ના કસબાવાડ માથી એક પરણિત યુવાન ગુમ થયો હોવાની જાણ તેમના પત્નીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ આશીયાના સમીરભાઈ મન્સુરી (ઉ.વ.૩૫) ધંધો-ઘરકામ (રહે.કસ્બાવાડ રાજપીપલા )નાઓ એ કરેલી જાણ મુજબ તેમના પતિ સમીરભાઈ હુસૈન ભાઈ મન્સુરી ઉ.વ.૩૮ રહે.કસ્બાવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા નાઓ તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ ૦૯/૩૦ થી તા.૧૨/૦૫/૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ વાગ્યા ના કોઈ પણ સમયે તેમના ઘરેથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતા રહેલ છે તેમની શોધખોળ બાદ ક્યાંયે ભાળ ન મળતાં હાલ રાજપીપળા પોલીસે સમીરભાઈ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:24 pm IST)