Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ બજેટ સત્રની તૈયારી શરુ:મુખ્યમંત્રી રૂપાણી રાજ્યપાલને આમંત્રણ આપશે

રાજ્યપાલના સંબોધનથી વિધાનસભા સત્રનો થશે પ્રારંભ : 19 ફેબ્રુઆરીએ વિધાનભામાં બજેટને લઈને બેઠક યોજાશે

ગાંધીનગર:ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક બાદ સરકારે બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે સાંજે મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સહિત પ્રધાન મંડળ રાજ્યપાલ ઓ પી કોહલીને રાજભવન ખાતે મુલાકાત લઈને રાજપાલને આમંત્રણ પાઠવશે

  આગામી 19 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટને લઈને બેઠક યોજાવવાની છે. ત્યારે રાજ્યપાલને આમંત્રણ આપવા સીએમ અને પ્રધાન મંડળ સાંજે રાજભવન જશે. રાજ્યપાલના સંબોધનથી વિધાનસભા સત્રનો આરંભ થશે.આજે યોજાયેલી કેબિનેટમાં ગૃહરાજ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન ગેરહાજર રહ્યા હતા.

(8:50 pm IST)