Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

અમદાવાદમાં અમિતભાઈ શાહે પરિવારજનો સાથે ઉતરાયણ ઉજવી : ધાબા પરથી ચગાવ્યો પતંગ: આકાશમાં લડાવ્યા પેચ

કોરોનાના સંક્રમણને પગલે ઉત્તરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ગયા નથી

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ દર વર્ષે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છે. શહેરના થલતેજના મેપલ ટ્રીના ખાતેથી સ્થાનિકો સાથે તેઓએ પતંગ બાજી કરી હતી. શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પણ પતંગ ચગાવશે.

 ગયા વર્ષે અમિતભાઈ  શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર જગ્યાએ કરી હતી. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિતભાઈ  શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.

દર વર્ષે અમિતભાઈ  શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉત્તરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ગયા નથી. સંભવતઃ તેઓ થલતેજ અને ઘાટલોડિયા ખાતે ગણતરીના પરિવારના નિકટના મિત્રો સાથે જ ઉતરાયણનો આનંદ માણશે

(7:52 pm IST)