Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

અમદાવાદમાં પ્રતિબંધ છતાં ચાઈનીઝ તુક્કલોએ દેખા દીધી

સમી સાંજે આકાશમાં ચાઈનીઝ તુક્કલો ઊડતી નજરે પડી

અમદાવાદ :રાજ્યમાં  ઉત્તરાયણની ભારે હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરાઈ હતી આ વખતે પવન ઓછો હોવાને કારણે પંતગો તો ઓછા ઉડ્યા હતા પરંતુ લોકોને ધાબાઓ પર મોજ-મસ્તી કરી તહેવારની ઉજવણી કરી.હતી અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનિઝ તુક્કલોનું વેંચાણ કરાયું હોવાનું ફલિત થયું છે આજે સાંજે ચાઈનીઝ તુક્કલોએ દેખા દીધી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે પતંગોત્સવમાં જોખમી રીતે પતંગ ચગાવવા તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા અને સળગતા ફાનસ ચગાવવા પોલીસ કમિશનકરે મનાઇ ફરમાવી હતી. ઉફરાંત ચાઇનીઝ દોરાનું વેચાણ કરવા તથા તેનો ઉપયોગ કરવા માટે પણ પ્રતિબંધ ફરમાયો છે.તેમ છતાં પોલીસના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. આકાશમાં ચાઇનીઝ તુકલ્લો ઉડતી જોવા મળી છે.

  પંતગરસીકોએ સૂરજ ઢળ્યા પછી ફટકાડા ફોડીને આતશબાજી કરી હતી અને દર વખતની જેમ આ વખતે પણ ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ મૂકાયો હતો. તેમ છતાં ક્યાંક-ક્યાંક તુક્કલો ઉડતી જોવા મળી હતી.

(10:11 pm IST)