Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

શનિવારે ઉત્તરાયણ પહેલાં પતંગ ખરીદવા માટે લોકો બજારમાં નીકળી રહ્યા છે : મોડી રાત્ર સુધી પતંગ તથા દોરાની મોટા પ્રમાણમાં ખરીદી કરે તેવો બજારમાં તેજીનો માહોલ જેવા મળે રહ્યો છે : આવતી કાલે પતંગરસિયાઓને પવન પણ સાથ આપશે તેવું હવામાન ખાતાનું કહેવું છે

સુરતઃ ઉત્તરાયણ પૂર્વ સાંજે શહેરના બજારોમાં માંઝા અને પતંગની ખરીદી માટે પતંગરસિયાઓની ભીડ જોવા મળી રહી છે. આ સાથે પતંગરસિયાઓને પવન પણ સાથ આપશે તેવું હવામાન ખાતાનું કહેવું છે.

ઉત્તરાયણના તહેવારોમાં સામાન્ય રીતે તેના આગળના દિવસે મોટાભાગના લોકો પતંગ અને માંઝાની ખરીદી કરવા માટે નીકળતા હોય છે. આ વખતે માર્કેટમાં અલગ અલગ પ્રકારના પતંગો જોવા મળી રહ્યા છે જેમાં પીએમ મોદીના ફોટોવાળા પતંગની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.

હવામાન ખાતાની આગાહી છે કે 14 જાન્યુઆરીના રોજ પતંગરસિકોને પવન સાથ આપશે. દિવસ દરમિયાન પતંગ ચગાવી શકાય તેટલો પવન દિવસભર રહેશે. હવામાન ખાતનું કહેવું છે કે પવનની સ્પીડ 10થી 15kmph રહેશે.

બાળકો માટે અલગ અલગ પ્રકારના માસ્કની પણ માર્કેટમાં ભારે ડિમાન્ડ છે, જે પહેરીને તે લોકો એક દમ હટકે લુક કરીને ઈન્જોય કરી શકે છે. આ ઉપરાંત ચશ્માવાળાઓની દુકાને પણ ભીડ જોવા મળી રહી છે.

(11:46 am IST)