Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

અમદાવાદમાં કાંકરિયા ફૂટબોલ મેદાનની પતંગ બજારમાં આગ લાગતા દોડધામ

અમદાવાદ, તા. ૧૩ :  અમદાવાદનાં કાંકરિયા ફૂટબોલ મેદાનમાં આવેલ પતંગ બજારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

 

અમદાવાદના કાંકરિયા ફૂટબોલ મેદાન ખાતે પતંગની દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા પતંગની ખરીદી કરવા નીકળેલા પતંગ રસિયાઓમાં ભય અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે એક દુકાનમાં આગ લાગ્યા બાદ આગ વધુ ફેલાઈ આશરે પાંચ દુકાનોમાં આગે પોતાનું રુદ્ર બતાવી તમામ પાંચ દુકાનોને ભસ્મીભૂત કરી નાખી હતી. જોકે, આગ લાગવાનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવીને પરિસ્થિતિને વધુ વિકટ બનતા અટકાવી દીધી છે. એક વાત ચોક્કસ છે કે તંત્રની બેદરકારીને ભલે ચર્ચા થાય પરંતુ ફાયર બ્રિગેડ તેની કામગીરી એટલી સતર્કતાથી નિભાવે છે જે શહેરની જનતા માટે ખૂબ સહાયક બની રહે છે. આગની ઘટનાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો.

(1:56 pm IST)