Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

રેલ્‍વે ટ્રેક ઉપર સમારકામના કારણે મહેસાણા-પાલનપુર વચ્‍ચે કાલથી ટ્રેન વ્‍યવહારને અસર

મહેસાણા, તા. ૧૩: રેલ્‍વે ટ્રેક ઉપર સમારકામના કારણે મહેસાણા પાલનપુર વચ્‍ચે કાલથી ૩ દિવસ સુધી ટ્રેન વ્‍યવહારને અસર પડશે.

મહેસાણા : મહેસાણા અને પાલનપુર વચ્ચે બ્લોક તેમજ ઇલેક્ટ્રીફિકેશનના કારણે 13 થી 15 જાન્યુઆરી એમ ત્રણ દિવસ ટ્રેનોના સમયપત્રક ખોરવાઇ જશે. કામગીરીને કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેના કારણે અનેક મુસાફરોને પરેશાની વેઠવાનો વારો આવશે. જે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તે પૈકી અમદાવાદ-મહેસાણા-આબુરોડ પેસેન્જર ટ્રેન 13, 14 અને 15 તારીખે રદ્દ કરાઇ છે. જ્યારે રિટર્નમાં 14, 15 અને 16 તારીખે રદ્દ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી 13 અને 14 તારીખે રદ્દ કરવામાં આવી છે. સાથે દાદર-ભુજ એક્સપ્રેસ ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે. 13 જાન્યુઆરીએ દાદર-ભુજ ટ્રેન અમદાવાદ, વિરમગામ અને સામખિયાળી રૂટ પર થઇને દોડશે.  તો કામગીરીને પગલે કેટલીક ટ્રેનો ટૂંકાવવામાં આવી છે. જોધપુર-અમદાવાદ પેસેન્જર ટ્રેન 13, 14 અને 15 તારીખે આબુ રોડ સુધી ચાલશે અને આબુ રોડથી અમદાવાદ સુધી રદ્દ કરવામાં આવી છે.

અમદાવાદ-જોધપુર ટ્રેન પણ આબુરોડથી ઉપડશે. અમદાવાદથી આબુ રોડ સુધીની ટ્રેન રદ્દ કરાઇ છે. તેવી જ રીતે અમદાવાદ જયપુર ટ્રેન પણ 13, 14 અને 15 તારીખે આબુ રોડથી જ ઉપડશે.

(1:55 pm IST)