Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

કરજણ હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો ;28.95 લાખના દારૂ સહીત 39 લાખનો મુદામાલ જપ્ત :ડ્રાયવર અને ક્લિનરની ધરપકડ

વડોદરા :કરજણ હાઇવે પર ભરથાણા ટોલનાકા પર ગઇરાત્રે દારૂ ભરેલી એક ટ્રક ઝડપાઇ હતી જેમાં પોલીસે 28.95 લાખ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી ટ્રકના ચાલક તેમજ ક્લિનરની ધરપકડ કરી હતી. પોલીસે બાતમીના આધારે ભરથાણા ટોલનાકા પર ગઇરાત્રે વોચ ગોઠવી હતી બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને કોર્ડન કરી ઇન્દોરના નગીનગર વિસ્તારમાં રહેતા સુલ્તાન મહેબુબખાન અને શવ્યુખાન ઇબ્રાહીમખાનને ઝડપી પાડ્યા હતાં.ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી 28.95 લાખ કિંમતની 16944 નંગ દારૂ અને બીયરની બોટલો ભરેલી 710 પેટીઓ મળી હતી. પોલીસે દારૂ-બીયર, બે મોબાઇલ ફોન, રોકડ રકમ, ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 39.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:27 pm IST)