Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાઅે પરિવાર સહિત સમર્થકો સાથે પતંગ ઉડડવાની મજા માણીઃ જાડેજા ૧પ વર્ષથી નિયમિત ઉતરાયણ અને વાસી ઉતરાયણે પતંગોત્સવ મનાવે છે

ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાઅે પરિવાર સહિત સમર્થકો સાથે પતંગ ઉડડવાની મજા માણીઃ જાડેજા ૧પ વર્ષથી નિયમિત ઉતરાયણ અને વાસી ઉતરાયણે પતંગોત્સવ મનાવે છે

ગુજરાતનાં સાડા છ કરોડ ગુજરાતીઓના રક્ષણની જેના માથે જવાબદારી છે તેવા ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ પતંગોત્સવની મજા માણી હતી. પ્રદિપસિંહ જાડેજા છેલ્લા 15 વર્ષથી નિયમિત રીતે પોતાના પુત્ર સાથે ઉતરાયણ અને વાસી ઉતરાયણનાં બન્ને દિવસોએ પતંગ ઊડાવે છે. તેઓ પોતાના સમર્થકો સાથે પતંગ ઉડાવવા વસ્ત્રાલ પહોંચ્યા હતાં. તેઓ બે દિવસ વટવામાં પોતાના સમર્થકો અને કાર્યકરોના ઘરે જઈને પતંગ ઉડાવી રહ્યા છે. સાથે જ ક્યાં કેટલી પતંગો ઊડી રહી છે તેનું મોનિટરીંગ પણ કરશે. જો કે બે દિવસ સુધી સતત પતંગો ચગાવનારા ગૃહ રાજ્યપ્રધાન પતંગ દોરીની ખરીદી કરતા નથી. પરંતુ જે ધાબા પર જાય છે ત્યાંના કાર્યકર – લોકોનાં પતંગ-દોરીનો જ ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યુ હતું કે, આજે ૫વન સારો છે. આકાશમાં ૫તંગ જેમ ઉંચે જઇ રહી છે તેમ દેશ અને ગુજરાતનો વિકાસ થાય તથા વિશ્વમાં તેની નામના થાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

(3:47 pm IST)