News of Saturday, 13th January 2018

ચકચારી શીતલ દેસાઈ હત્યા કેસમાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ દ્વારા ફરાર સાસુ-સસરાની ધરપકડ

અમદાવાદ: ચકચારી શીતલ દેસાઈ હત્યા કેસમાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ દ્વારા વોન્ટેડ સાસુ-સસરાની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર ૬ ડિસેમ્બરના શીતલ દેસાઈની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આજે મૃતક શિતલના ભાઈએ શિતલના પતિ અને સાસુ-સસરા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ભાઈનો આરોપ હતો કે શીતલના પતિ, સાસુ અને સસરાએ શિતલને માનસિક ત્રાસ આપીને તેની હત્યા કરી દીધી છે.

જેનાં પગલે સેટેલાઈ પોલીસે ફરિયાદ નોધીને તપાસ હાથ ધરી હતી. સેટેલાઈટ પોલીસે અગાઉ હત્યા કેસમાં શીતલના પતિ હિતેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેના સાસુ-સસરા ફરાર હતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી હતી.

ત્યારે અંતે પોલીસને સાસુ-સસરાની ધરપકડ કરવામાં પણ સફળતા સાંપડી છે.

(12:16 am IST)