Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગાંડો થયેલો વિકાસ કયાં ગયો છે? હાર્દિક પટેલના વડોદરામાં સણસણતા સવાલો

રાજકોટ : 'પાસ'ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે વડોદરામાં જણાવ્યું હતું કે, વડોદરા ખાતે બેરોજગાર સભામાં હજારો લોકો જોડાયા મને વડોદરામાં આ સહયોગ મળ્યો એ મારામાં બળ પુરૃં પાડે છે. જો વિકાસ થયો છે તો પછી તે અંગે બરોડા પાડીને, ચીસો પાડીને તેનો પ્રચાર કરવાની શું જરૂર પડી? કે પછી શું આ ૨૨ વર્ષથી થઇ રહેલા વિકાસ રાજ્યના કરોડો લોકો સુધી હજુ સુધી પહોંચ્યો જ નથી? તો પછી બીજો સવાલ એ થાય છે કે, આ ગાંડો થયેલો વિકાસ કયાં ગયો છે? ભાજપના નેતાઓના ઘરમાં? ભાજપના કાર્યકરોના ઘરમાં? રાજ્યના ગણ્યા ગાંઠયા ઉદ્યોગપતિઓની ઇન્ડસ્ટ્રીમાં ગયો છે? તેવા સવાલો હાર્દિક પટેલે ઉઠાવ્યા છે.

(12:33 pm IST)