Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પ્રદેશ ભાજપ ડૉકટર સેલ દ્વારા ધન્વંતરી પૂજનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ : 600થી વધારે ડૉકટર જોડાયા

દેશના બધાજ નાગરિકોનું આરોગ્ય સારું રહે, કોરોના સંક્રમણ નાબૂદ થાય તે માટે પૂજન કર્યું

અમદાવાદ : પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલ દ્વારા બપોરે 2થી 4માં ભગવાન ધન્વંતરિ વર્ચ્યુઅલ પૂજન કાર્યક્રમનું આયોજન થયું. જેમાં અલગ અલગ સ્થાનો ઉપર વ્યક્તિગત અને ગ્રુપમાં વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાઈને 600 કરતાં વધારે ડૉકટર અને પરિવારજનોએ સામુહિક ભગવાન શ્રી ધન્વંતરિજીનું પોતાનું, પરિવારનું અને દેશના બધાજ નાગરિકોનું આરોગ્ય સારું રહે, કોરોના સંક્રમણ નાબૂદ થાય તે માટે પૂજન કર્યું હતું.

ભાજપ ડૉકટર સેલ ગુજરાતના પ્રદેશ કન્વીનર ડૉ વિષ્ણુ પટેલે જણાવ્યું છે કે તબીબોના ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિવસ એટલે ધનતેરસ. તેથી સર્વ તબીબ મિત્રો માટે પાવન દિવસ અને આવા શુભ દિવસે આપણને સૌ તબીબોને એકસાથે ભગવાન ધન્વંતરિના આશીર્વાદ લેવાનો અવસર સાંપડે તો કેવું સરસ

   આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ અને વિવિધ સેલના પ્રભારી ડૉ. અનીલ પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉદ્બોધન કર્યું. પ્રાસ્તાવિક અને કાર્યક્રમનું સંચાલન ડૉ વિષ્ણુભાઈ પટેલે કર્યુ હતું

(11:47 pm IST)