Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરત જિલ્લાના પાલનપોર ગામ અને અડાજણ ગામના ઇન્ચાર્જ તલાટી સહિત બે વ્યક્તિ રૂપિયા ૧૦૦૦ની લાંચ લેતા ઝડપાયા : મિત્રનું પેઢીનામું બનાવવા માટે રૂપિયા માંગ્યા 'તા

રાજકોટ : સુરત જિલ્લાના પાલનપોર ગામ અને  અડાજણ ગામના ઇન્ચાર્જ તલાટી સહિત બે વ્યક્તિ રૂપિયા ૧૦૦૦ની લાંચ લેતા ઝડપાયા  છે મિત્રનું પેઢીનામું બનાવવા માટે રૂપિયા માંગ્યા હતા. અને એસીબી ટીમના હાથે રંગે હાથે ઝડપાયા છે.

 ફરીયાદી એક જાગૃત નાગરિકે આરોપી હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી – પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- ૩, રહે. મકાન નં. ૬, હરિકુંજ – ૨, નાના વરાછા, સુરત

અને કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી, જી.સુરત સામે  ફરિયાદ કરી હતી.

એસીબી ટીમે સીટી તલાટી ની ઓફિસ, અડાજણ ગામ, દાળીયા સ્કુલની બાજુમાં, સુરત શહેર ખાતે છટકું ગોઠવ્યું હતું આ કામના ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવાનું હોય, જે માટે ફરીયાદી અડાજણ ગામ સીટી તલાટીની ઓફીસે જતા આ કામ આરોપી  નાઓએ ફરીયાદીના મિત્રનું પેઢીનામું બનાવવી આપવા પ્રથમ રૂપિયા ૧,૫૦૦/- નક્કી કરેલ અને રકઝકના અંતે રૂપિયા ૧,૦૦૦/- લાંચની રકમ આપવાના નક્કી કરેલ. 

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપી કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તલાટી મંત્રી એ સમંતિ આપી, આરોપી નં. (૨) નાઓએ આ લાંચની રકમ સ્વીકારી આરોપી નં. (૧) અને (૨) નાઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો છે.

ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપિગ અધિકારી એસ.એન. દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફે કામગીરી કરી હતી.

(5:06 pm IST)