Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નાંદોદના કણપોર ગામની સીમમાં લાકડું કાપતા આધેડને બીટ ગાર્ડના પતિ અને અન્ય એકે માર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કણપોર ગામની સીમમાં લાકડું કાપતા પ્રથમભાઈ બાબરભાઈ વસાવા (ઉ.વા.55) એ સમયે જંગલ ખાતાની ફેસિંગ વાડ ઓળંગીને તેમની પાસે આવેલા દેવાભાઇ રતનભાઇ વસાવા (રહે. સાદરા તા.નાદોદ) તેમજ પ્રતાપપુરા ગામના લેડીઝ બીટ ગાર્ડ નમીકા બેનના પતિ નામ ઠામની ખબર નથી એ આવીને જણાવ્યું કે, તુ જંગલમાંથી લાકડું કેમ કાપીને લાવેલ છે. તેમ કહીને ગમે તેવી ગાળો બોલીને અકે લાકડી વડે આધેડને મારી ગેબી ઇજા કરી તથા બીજાએ કુહાડીની મુંદરથી હાથમાં મારી ફેકચર કરી એકબીજાની મદદગારી કરી ગુનો આમલેથા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:54 pm IST)