Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાજપીપળા કાલાઘોડા પાસે ચારથી વધુ માણસો બેસાડનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ના કાળા ઘોડા પાસે પોલીસ ચેકીંગ દરમિયાન વાહન લઈ આવતા જયદિપસિંહ જોરાવર સિંહ રણા( રહે.ગોપાલપુરા તા-નાંદોદ) પોતાની ઇકો ગાડી નં-જી.જે.રર એચ,૬પ૧૫ માં ગે.કા.રીતે ચારથી વધારે માણસો બેસાડી નિકળતા રાજપીપળા પોલીસે તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

(10:34 pm IST)