Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોડીનારમાં રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલા સામે સગીરા પર દુષ્કર્મના આરોપથી મોટો ખળભળાટ

પ્રવીણ ઝાલા સહિત તેના મામા અને નાની સામે કેસ નોંધાયો : સગીરાના મામાએ તેને ફાર્મહાઉસ પર કામ કરવા મોકલી હતી

કોડિનારઃ કોડિનારમાં સગીરા પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે રાજકીય અગ્રણી સામે .14 વર્ષની સગીરા પર દુષ્કર્મના આરોપથી મોટો ખળભળાટ મચી ગયો છે પીડિતાની દાદીએ કોડિનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોડિનારના પ્રવીણ ઝાલા નામના અગ્રણી રાજકીય આગેવાન સહિત તેના મામા અને નાની સામે કેસ નોંધ્યો છે.

પોલીસે પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસના પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. સગીરા પર રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાના દુષ્કર્મના કેસથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

14 વર્ષની સગીરા તેની નાની સાથે કોડિનારમાં રહે છે. સગીરાના મામાએ તેને ફાર્મહાઉસ પર કામ કરવા મોકલી હતી. આ ફાર્મહાઉસ રાજકીય આગેવાન પ્રવીણસિંહ ઝાલાનું હતું. પ્રવીણ ઝાલાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. ભોગ બનનારા સગીરાના મામા પ્રવીણ ઝાલાને ત્યાં ડ્રાઇવરનું કામ કરે છે. પોલીસે પ્રવીણ ઝાલા અને સગીરાના મામા, નાની અને મકાન માલિક સામે ગુનો નોંધ્યો છે.

(6:49 pm IST)