Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૪૧.૩૧ મી.મી. વરસાદ :સરેરાશ વરસાદના ૬૪.૪૪% થયો

કાલાવડ , ધ્રોલ, જોડિયા, જામનગર , લોધીકા અને ગોંડલમાં ભારે વરસાદ

ગાંધીનગર : આજરોજ સવારે ૬:૦૦ કલાકથી ૧૮:૦૦ કલાક સુધીમાં ૧૦૦ મી.મી કરતાં વધારે ૧૫ તાલુકામાં થયેલ છે. તે પૈકી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ૫૦૪ મી.મી., રાજકોટ તાલુકામાં ૩૨૩ મી.મી., ધોરાજી તાલુકામાં ૨૦૮ મી.મી., કોટડા સાંધાણી તાલુકામાં ૧૯૦ મી.મી., ગોંડલ તાલુકામાં ૧૬૬ મી.મી., પડધરી તાલુકામાં ૧૭૦ મી.મી., જામ કંડોરણા તાલુકામાં ૧૩૧ મી.મી. અને જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ૩૬૭ મી.મી., જામનગર તાલુકામાં ૧૧૨ મી.મી. છે.

આજરોજ સવારના ૦૬.૦૦ સુધીના છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નીચે મુજબ તથા જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયેલ છે .

જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ, જોડિયા, જામનગર (ગ્રામ્ય), જામનગર (શહેર) ના તાલુકાઓમાં જુદા જુદા કુલ ૮ ગામોમાં ૬૪ વ્યક્તિઓ ફસાયેલાને બચાવ / સલામત સ્થળે ખસેડવા જરૂરિયાત જણાતા એરલિફ્ટ કામગીરી હાથ ધરવામાં આવેલ અને ૧૬ વ્યક્તિઓને એરલિફ્ટ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે અને અન્ય ૪૮ વ્યક્તિઓને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.

આ સિવાય જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં એરલિફ્ટની કામગીરી ચાલુમાં છે.

  ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ એન.ડી.આર.એફ.ની ૦૩ ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવેલ છે અને એસ.ડી.આર.એફ.ની ૦૨ ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવેલ છે તથા વધુ ૫ ટીમ ભારત સરકાર પાસેથી માંગવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની મડાણા અને ગાંધીનગર ૦૨ ટીમ રાજકોટ માટે રવાના કરવામાં આવેલ છે. વધુમાં જામનગર શહેર ખાતે નેવીની ૦૨ ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે.

 ભારે વરસાદની આગાહી ધ્યાને લઈ અધિક મુખ્ય સચિવ(મહેસૂલ)ના અધ્યક્ષ સ્થાને વધુ અસરગ્રસ્ત જિલ્લા-રાજકોટ,જામનગર,દેવભુમિ દ્વારકાના કલેકટર તથા સિંચાઈ , આઈ.એમ.ડી.,ઈસરો ,એનર્જી જેવા લાઈન ડીપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટીંગ કરવામાં આવેલ છે. અને જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડીપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સબંધિત જિલ્લા કલેકટરને જણાવવામાં આવેલ છે

અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં-૨૫૫૩, જામનગર જિલ્લામાં-૩૯૬૬, પોરબંદર જિલ્લામાં -૨૨૪, જુનાગઢ જિલ્લામાં -૦૫ એમ મળી કુલ ૬૭૪૮ લોકોને સ્થળાંતર કરવામાં આવેલ છે.

 ભારે વરસાદના કારણે રાજયના સ્ટેટ હાઇવે -૧૫ નેશનલ હાઇવે -૦૧ અને પંચાયત હસ્તકના -૧૩૦ માર્ગ વાહન વ્યવહાર માટે બંઘ થયેલ છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થયેલ છે.

(8:45 pm IST)