Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ખેરગામ પોલીસે રૂ. 87 હજારના બિયર સાથે ઇકો કાર પકડી

પોલીસ જિલ્લા પોલીસ વડા ઋષીકેશ ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન મુજબ વુમન પીએસઆઇ એસ.એસ.માલની ટીમે કારમાંથી દારૂ પકડી પાડ્યો

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ :  નવસારી જિલ્લાના ખેરગામ પોલીસે ચેકિંગના પગલે એક ઇકો કારમાંથી રૂ. 87 હજારનો બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસ અધિક્ષક ઋષીકેશ ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન મુજબ વુમન પીએસઆઇ એસ. એસ. માલ, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ, જયેશભાઇ વગેરેએ ચેકિંગ હાથ ધરી એક ઇકો કાર નં. જીજે-15-સીએફ-6416 ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાંથી તેમને 1260 બિયર રૂ. 87,600 મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે ચાલક દેવેશ જગદિશ હળપતિ રહે. ઉમરગામને પકડી પાડ્યો હતો. જ્યારે શ્યામ રડકા પટેલ રહે. ધરમપુર અને કમલેશ કરસન પટેલ રહે ખેરગામને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(8:03 pm IST)