Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂ ભરેલ બે વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

વડોદરા:પાણીગેટ પોલીસે વધુ એક વખત ગાજરાવાડી વિસ્તારમાં દરોડો પાડી વેચાણ અર્થે રાખેલા વિદેશી દારૂનો જથ્થો ભરેલા બે વાહનો ઝડપી પાડયા હતા. પોલીસના દરોડામાં તમામ આરોપી વોન્ટેડ છે. આ પ્રશ્ન લોક મૂકે ચર્ચાનો વિષય બન્યો છે.

પાણીગેટ પોલીસ મથકના જવાનોએ ચોક્કસ માહિતી મળી હતી કે રાજેશ ઠાકોર, લાલજી રબારી તથા જૈમીન રબારીએ વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ માટે મૂક્યો છે. જેના આધારે પોલીસે ગાજરાવાડી વિસ્તારમાં આવેલા વચલા ફળિયામાં દરોડો પાડી ઈનોવા તથા સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે બંને વાહનોમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ-બિયરની રૂપિયા 2,74,200 ની કિંમત ધરાવતી 630 નંગ બોટલ તથા વાહનો સહિત 12,74,200નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત ત્રણેય આરોપી તથા વાહન માલિકોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:56 pm IST)