Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પદગ્રહણ કરતા પહેલા છારોડી ગુરૂકુલના દર્શનનો લાભ લેતા ભુપેન્દ્રભાઇ પટેલ

અમદાવાદ : મુખ્યમંત્રી પદગ્રહણ કરતાં પહેલા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ એસજીવીપી શ્રી સ્વામિનારાયણ  ગુરૂકુળ, છારોડી ખાતે દર્શનનો લાભ લીધો હતો. શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી અને પુરાણીશ્રી બાલકૃષ્ણદાજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્ર ગાન અને પૂર્ણ કુંભ સાથે સ્વાગત કર્યું હતું સંતોના આર્શીવાદ લઇ ગાય માતાનું વેદોકતમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું. તેમ કનુ ભગતે જણાવ્યું હતું.

(4:44 pm IST)