Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

શપથ પહેલાં પદનામિત CM ભૂપેન્દ્રભાઇ પટેલે વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

અમદાવાદ, તા.૧૩ :  ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે ૨.૨૦ વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. હવે તેઓ મેમનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યાં હતાં. જયાં તેમણે ગાયની પૂજા કરી હતી.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. અને, નવા મુખ્યમંત્રીએ નીતિન પટેલના શુભ આશિષ લીધા હતા. આ મુલાકાત બાદ નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે નારાજગી બાબતે ઇન્કાર કર્યો છે. તેમણે કહ્નાં કે મને મુખ્યપ્રધાનના ઉમેદવાર પણ મીડિયાએ જ બનાવ્યા અને નારાજગી પણ મીડિયાએ જ ઉપજાવી કાઢેલી વાતો છે. આ સાથે જ નીતિન પટેલે કહ્યા હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ.

ભૂપેન્દ્ર પટેલ આજે નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી છે. ઉપરાંત શપથવિધિ પહેલા જ મુખ્યમંત્રી એક્શન મોડમાં જાવા મળી રહ્યા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને લોકોને જરૂરી મદદ-સહાય પહોંચાડવા માટે સૂચના આપી છે.

(2:25 pm IST)