Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદ માટે પસંદગી થાય એ પહેલા તો કયાંક કોઇ ખૂણામાં બેઠા હતા

આ ભારતીય જનતા પાર્ટી છે. કાર્યકર્તા જ એની કરોડરજ્જુ છે. કાર્યકર્તા પાર્ટીનું કામ કરતો કરતો દ્યડાતો જાય અને કયારે પાર્ટી પ્રમુખ, વડાપ્રધાન, ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી બનાવશે એની એનેય ખબર હોતી નથી. બસ પાર્ટી જે કોઇ કામ સોંપે એ કરતો જાય. આજ ભાજપની વિશેષતા છે. અહીં વંશ પરંપરાગત શાસન નથી ચાલતું. પરિશ્રમ અને પરસેવો કામ લાગે છે! મંચ પરથી નામ જાહેરાત થઇ ત્યાં સુધી તો પાછલી હરોળમાં બેઠા હતા.  આ માણસે કોરોનામાં રાત દિવસ જોયા વગર લોક સેવા કરી છે. ગુજરાત સદભાગી છે કે આવા કર્મઠ કાર્યકર્તા હવે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ધારાસભ્ય એ પહેલા ઔડાના ચેરમેન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેડિંગ કમિટી ચેરમેન તરીકે કરેલી કામગીરી ખૂબ સરાહનીય છે.

(12:20 pm IST)