Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજપીપળા પાસેના એક ગામની પરિણીતાને સંતાન ન થતા પતિ, કાકા સસરા ની હેરાનગતિ બાદ અભયમ નર્મદા ટીમે યોગ્ય માર્ગદર્શન આપ્યું

પરિણીતા માતા ન બનતા પરિવારના સભ્યો તો મહેણાં મારી ત્રાસ આપતા હતા ઉપરાંત કાકા સસરા આડકતરી રીતે શારીરિક સબંધ બાંધવા દબાણ કરતા હતા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેના એક ગામમાંથી એક પરણિતાએ અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવ્યું કે તેમને સંતાન થતા નથી માટે તેમના પતિ અને કાકા સસરા તરફ હેરાનગતિ કરે છે તેથી મદદ માંગતા અભયમ રેસ્ક્યુ ટીમ,રાજપીપળા તાત્કાલિક ત્યાં પહોંચી પતિને યોગ્ય માર્ગદર્શન આપી પત્નીને હેરાન નહીં કરે તેની ખાતરી મેળવી સમાધાન કરાવ્યું હતું.
  181 મહિલા હેલ્પલાઇન માંથી મળતી માહિતી મુજબ પુષ્પાબેન ના લગ્ન રાજેશભાઈ સાથે(નામ બદલેલ છે) સામાજિક રીત રિવાજ મુજબ બે વર્ષ પહેલા થયા હતા રાજેશભાઈ ને લગ્ન પહેલાથી જ જાતીય સમસ્યા હતી જે તેમણે છુપાવી ને લગ્ન કરેલ જેથી લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે જાતીય જીવન સંતોષકારક ન હતું તેઓ તેમના કાકા કાકી સાથે રહેતા હતા જેમને પુષ્પાબેન માતા બંને અને પરિવાર ને વારસદાર આપે તેવું ઇચ્છતા હતા પરંતુ પુષ્પાબેન માતા ન બનતા પરિવાર ના સભ્યો તેમને મહેણાં મારી પરેશાન કરતા હતા આ ઉપરાંત તેમના કાકા આડકતરી રીતે શારીરિક સબન્ધ બાંધવા દબાણ કરતા હતા આવી મુશ્કેલી મા મુકાયેલ પુષ્પાબેન કોઈ ને પોતાની આ કરુણ વ્યથા જણાવી સકતા ન હતા કે સહન પણ કરી શકે તેમ ન હતા જેથી તેમણે પોતાની વ્યથા અભયમ ને જણાવી આ મુશ્કેલી માંથી બહાર કાઢવા વિનંતી કરતા અભયમ ટીમે તેમના પતિ નું અસરકારક કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપતાં જણાવેલ કે તમારી જાતીય સમસ્યા નો યોગ્ય મેડિકલ ઉપચાર કરી શકાય છે માટે આ બાબતે તમે સેક્સોલોજિસ્ટ પાસે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ સમસ્યા થી મુકત થઈ શકો તેમ છો આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ મા પણ આ માટે મેડિકલ કાઉન્સેલિંગ દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો. આમ તેમને યોગ્ય માહિતી આપવાથી પતિ પત્ની મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર થયાં હતા અને અભયમ ટીમ નો આવું જરૂરી માર્ગદર્શન આપવા બદલ આભાર માન્યો હતો.તેમના કાકા સસરા ને પણ કડક શબ્દોમાં હેરાન નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.

(7:24 pm IST)