Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજ્યના ૩૨ જીલ્લાના ૧૩૭ તાલુકામા ઝરમર થી ૫.૫ ઈંચ સુધીનો વરસાદ

રાજ્યમા સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૨૫ % નોંધાયો:આગામી ૯૬ કલાક મા હળવા થી ભારે વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલિયા ) વાપી: ચોમાસાની આ સીઝન મા પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં મેઘરાજા હજુ પણ બેટિંગ કરતા અનેક વિસ્તારો માં મેઘ મહેર જોવા મળી રહી છે.

     છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૩૨ જિલ્લા ના ૧૩૭ તાલુકા મા ઝરમર ઝાપટાં થી ૫.૫ ઈંચ સુધી નો વરસાદ નોંધાયેલ છે આ સાથે રાજ્ય મા સીઝન નો કુલ સરેરાશ વરસાદ આશરે ૧૨૫% જેટલો નોંધાયો છે. એટલુ જ નહીં આગામી ૯૬ કલાક મા રાજ્ય ના અનેક વિસ્તારો માં હળવા થી ભારે વરસાદની આગાહી પણ હવામાન ખાતા એ કરી છે      ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક મા નોંધાયેલ વરસાદના મુખ્ટવે આંકડા ને જોઈએ તો... કલ્યાણપુર ૧૩૫ મીમી.. ભુજ ૮૯ મીમી..દાંતીવાડા ૮૨ મીમી. પાલનપુર અને માણાવદર ૫૯ મીમી... ઇડર ૫૮ મીમી.અંજાર ૫૫ મીમી.. ખંભાળિયા ૫૪ મીમી..થરાદ અને ધ્રોલ ૫૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

      આ ઉપરાંત ચીખલી અને કેશોદ ૪૮ મીમી, ઉના ૪૩ મીમી.. ધાનેરા, ધોરાજી અને ભાણવડ ૪૦ મીમી.. વડગામ અને પાલીતાણા ૩૭ મીમી.કાલાવડ અને દાહોદ ૩૫ મીમી. ઉપલેટા, પોરબંદર અને રાણાવાવ ૩૨ મીમી.. ડીસા ૩૧ મીમી વરસાદ નોંધાયેલ છે

      તેમજ મહુવા ૨૯ મીમી. ગાંધીધામ અને દહેગામ ૨૮ મીમી.. જામકંડોરણા, ઓલપાડ, લાલપુર અને વંથલી ૨૭ મીમી.. તેમજ જેતપુર ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે. આ ઉપરાંત રાજ્યના ૧૦૫ તાલુકા મા ૧ મીમી થી ૨૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે.

    આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૯.૩૦ કલાકે સૌરાષ્ટ તેમજ દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારો માં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ નોંધાયો છે.

(10:49 am IST)