Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

અમદાવાદમાં વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું :એસપી રીંગ રોડ ખાતેથી 300 ગ્રામ ડ્રગ્સ સાથે 4 આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં  વધુ એક વાર  ડ્રગ્સ સાથે  આરોપી  ઝડપાયો છે.  ક્રાઇમ બ્રાન્ચે એસપી રીંગ રોડ  ખાતેથી 300 ગ્રામ ડ્રગ્સ  સાથે 4 આરોપીને  ઝડપી લીધા હતા.  આ ડ્રગ્સ જપ્ત કરીને  ક્રાઈમ બ્રાંચે  વધુ તપાસ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી હતી

 નોંધનીય છે કે  અમદાવાદ છેલ્લા કેટલાય સમયથી જાણે ડ્રગ્સની હેરફેરનું હબ બની ગયું હોય તેમ અહીં ડ્રગ્સ પેડલરના ઝડપવાની ઘટના સામાન્ય બની ગઈ છે.

અત્રે  ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતમાં વસ્ત્રાપુરમાંથી જ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા  લોકોને પોલીસે ઝડપ્યા હતા. વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે 421.16 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંધજન ચાર રસ્તા પાસે આવેલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ (BRTS) પાસે જાહેરમાં કેટલાક લોકો આ પ્રકારે વેચાણ કરી રહ્યા છે આ બાતમીને આધારે પોલીસ 2 આરોપીને ઝડપવામાં સફળ રહી હતી. જેને આધારે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.

થોડા સમય  પહેલા પણ અમદાવાદમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એટીએસ  દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ પાસેથી 80 ગ્રામ MD, 325 ગ્રામ ચરસ અને સાડા ત્રણ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ અમરેલી જિલ્લાના રાજુલાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ શખ્સ પાસેથી પોલીસ પૂછપરછમાં વધારે માહિતી પ્રાપ્ત થશે કે આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો.

(12:16 am IST)