Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગોંડલ વાસાવડની પરા સિમ શાળા નો 15મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાયો

શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા 20 થી વધુ કૃતિઓ રજૂ કરાઇ

ગોંડલ : ગોંડલના વાસાવડ ખાતે આવેલ પરા સિમ શાળા નો 15 મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ધો.1 થી 8 વિદ્યાર્થિ ઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, અભિનયો, સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા 20 થી વધુ કૃતિઓ રજૂ કરાઇ હતી. કાર્યક્રમના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય રશ્મિબેન ભટ્ટે જણાવ્યું હતું કે, શાળા સ્થાપના દિવસ, હર ઘર તિરંગા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસએમસીના અધ્યક્ષ પ્રવિણાબેન સરવૈયા, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મુખ્ય સહયોગી શિક્ષકો કૈલાશબેન બોઘાણી, હરેશભાઇ અંકોલીયા, દમયંતિબેન રાજપોપટ, કીર્તિભાઈ પરમાર વિગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર તરફ થી અભ્યાસ કરતા બાળકો ને શૈક્ષણિક કીટ પણ આપી હતી.

(10:52 pm IST)